Not Set/ કોરોનાની ચપેટમાં આવી એક્ટ્રેસ નિશા રાવલ, સોશિયલ મીડિયા પર લોકોને કરી આ અપીલ

પોસ્ટ શેર કરતી વખતે નિશાએ જણાવ્યું કે આખરે કોરોનાની ત્રીજી લહેરનો ભોગ બની. જ્યારે હું મારી બીજી રસી લેવાની હતી. મારું કોવિડ પરિણામ પોઝિટિવ આવ્યું છે.

Entertainment
નિશા

ટીવી અભિનેત્રી નિશા રાવલ કોરાના વાયરસની ઝપેટમાં આવી છે. તેણે પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી છે. નિશા આ દિવસોમાં શો ‘મીત’માં જોવા મળી રહી છે. જેના કારણે તે સતત શૂટિંગ કરી રહી છે અને લોકોના સંપર્કમાં રહી રહી છે. તેની તબિયત બગડ્યા બાદ તેણે તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે. નિશા રાવલે  તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવી છે તેઓને વિનંતી છે કે તેઓ તેમનો ટેસ્ટ કરાવે. સાથે જ તેના ચાહકોને અપીલ કરી રહી છે કે તેઓ કોરોનાથી બચવા માટે તમામ સાવચેતી રાખે કારણ કે કાવિડ હજુ પણ આપણી વચ્ચે છે.

આ પણ વાંચો :સાઉથના સુપરસ્ટાર પુનીત રાજકુમારને આવ્યો હાર્ટ એટેક, ICUમાં દાખલ, હાલત ગંભીર

પોસ્ટ શેર કરતી વખતે નિશાએ જણાવ્યું કે આખરે કોરોનાની ત્રીજી લહેરનો ભોગ બની. જ્યારે હું મારી બીજી રસી લેવાની હતી. મારું કોવિડ પરિણામ પોઝિટિવ આવ્યું છે.

Instagram will load in the frontend.

નિશાએ આગળ લખ્યું, ‘હું સતત શૂટિંગ કરી રહી છું અને ઘણા લોકોના સંપર્કમાં રહી છું. શરૂઆતમાં મને શરદીના લક્ષણ લાગ્યું. ત્યારથી મેં મારી જાતને ઘરે ક્વોરન્ટાઈન કરી છે. આ સાથે અભિનેત્રીએ લખ્યું કે કોવિડ આપણી આસપાસ છે, તેથી સાવચેત રહો.

આ પણ વાંચો :આર્યન ખાનને જામીન મળતા જ શાહરુખને મળવા મન્નત પહોંચી મલાઈકા અરોરા, જુઓ વીડિયો

આ વર્ષે મે મહિનામાં નિશાએ તેના પતિ કરણ મહેરા સામે મારપીટનો કેસ દાખલ કર્યો હતો. નિશાએ કરણ મહેરા પર લગ્નેતર સંબંધો અને ઘરેલુ હિંસાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો. કરણે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. હવે બંને અલગ થવા માટે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે.

આ પણ વાંચો : સિદ્ધાર્થ શુક્લાના ગયા બાદ કેવી રીતે જીવી રહી છે શહનાઝ ગિલ, વીડિયોમાં બતાવી જર્ની

આ પણ વાંચો :સુપરસ્ટાર રજનીકાંત ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ, ચાહકો થયા પરેશાન

આ પણ વાંચો :આર્યન ખાનને જામીન મળતા જ બહેન સુહાનાએ કરી પહેલી પોસ્ટ, લખ્યું – I LOVE YOU