ખેડા જિલ્લામાં કોરોના કહેર વચ્ચે ખાનગી હૉસ્પિટલોએ લૂંટ મચાવી છે. જેની સામે જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલે કડક પગલાં લીધા છે. કોરોના દર્દીઓ પાસેથી ખાનગી હૉસ્પિટલો બેફામ ફી વસૂલી રહી છે. આ બાબતને લઈ જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજી કરવામાં આવી હતી. જેના પગલે એપેકેડમિક એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કડક પગલાં ભરવાની ફીટકાર લગાવી છે.
મળતી માહિતનીનુસાર, જિલ્લાની 25થી વધુ ખાનગી હૉસ્પિટલોને નોટીસ ફટકારવામાં આવી છે. હાલ જિલ્લામાં 7 જેટલા સરકારી કેન્દ્રો ઉપરાંત 33 ખાનગી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર અપાઈ રહી છે. જેમાં કોરોનાની વણસતી પરિસ્થિતિને પગલે દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. એવામાં નડિયાદની મલ્ટિસ્પેશિયાલિસ્ટ હૉસ્પિટલોએ આ તકનો લાભ ઉઠાવીને ઉઘાડી લૂંટ ચલાવતી હોવાની બૂમ ઉઠી રહી છે. વળી, કેટલીક હૉસ્પિટલો બિલ પણ આપતી નથી.
આ તમામ બાબતોને લઈને જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજી કરાઈ હતી. જેને લઈને તંત્રએ હૉસ્પિટલને નોટીસ પાઠવી છે. સાથે ડૉક્ટરોને સરકાર દ્વારા જાહેર કરેલા ચાર્જ જ વસૂલવાની સૂચના આપી છે અને જો કોઈ ના નિયમનો ભંગ કરે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.