Gujarat News: ગુજરાતમાં આજથી મેડિકલ, ડેન્ટલ, આર્યુવેદ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ 13 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરી શકશે. સુપ્રીમ કોર્ટના યુજી નીટ પેપર લીક વિવાદ પર ચુકાદો આપ્યા બાદ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાનો આરંભ કરાવ્યો. મેડિકલ, હોમિયોપેથી, આર્યુવેદની કોલેજોમાં આજથી શૈક્ષણિક વર્ષ 2024-25ના પ્રવેશ પ્રક્રિયા શરૂ થતા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
વેબસાઈટ પર કરી શકાશે રજીસ્ટ્રેશન
વિદ્યાર્થીઓ આજે 3 ઓગસ્ટથી પ્રવેશ કમિટિની વેબસાઈટ પર અરજી કરી શકશે. www.medadmgujarat.org વેબસાઈટ સવારે 10 વાગ્યે ચાલુ થશે. અરજી કરવા વિદ્યાર્થીઓ પિન મેળવી રજિસ્ટ્રેશન કરાવી શકશે. યુજી નીટ 2024 પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરી શકશે. આજથી તબીબીની કોઈપણ શાખામાં પ્રવેશ મેળવતા વિદ્યાથીઓ પોતાની મનપસંદ શાખા માટે ઓનલાઈન અરજી કરી ફોર્મ ભરી શકશે. આ માટે તેમણે 31 હેલ્પ સેન્ટરોમાં અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે. 5 ઓગસ્ટથી 14 ઓગસ્ટ દરમ્યાન સાંજ સુધીમાં આ સેન્ટરોમાં પ્રમાણપત્રોની નકલ જમા કરાવવાની રહેશે.
રજિસ્ટ્રેશન કરાવવા પિન લેવો જરૂરી
કોઈપણ તબીબી શાખામાં પ્રવેશ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવવા વિદ્યાર્થીઓએ પિન લેવાની રહેશે. www.medadmgujarat.org વેબસાઈટ પરથી રૂ. 1 હજાર (નોન રિફન્ડેબલ) તેમજ રૂ.10 હજાર સહિત 11 હજારની ચુકવાણી કરવાની રહેશે. જો કે એનઆરઆઈ વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ રૂ. 10 હજારનો ACPUGMEC payble at Gandhinagarના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ એડમિશન કમિટી ઓફિસ, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર ખાતે જમા કરાવવાનો રહેશે. IAS ઓફિસરમાં વિકલાંગતા મામલે વિવાદ બાદ મેડિકલમાં દિવ્યાંગોના પ્રવેશ માટેના નિયમો કડક થયા છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ રાજ્યની મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે પ્રથમ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઈ પ્રમાણપત્રની ચકાસણી કરવાની રહેશે.
આ પણ વાંચો:કચ્છની ધરા ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકો ભયભીત
આ પણ વાંચો:અમદાવાદમાં નબીરાને રિલ્સ બનાવવી પડી ભારે, અપહરણ કરી મચાવી લૂંટ
આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડશે