ગાંધીનગરઃ ગુજરાતના છ જિલ્લાની સ્કૂલોએ ફી વધારવા એફિડેવિટ કર્યુ છે. વડોદરા સહિત છ જિલ્લાની શાળાઓએ આ માટે એફિડેવિટ આપ્યું છે. કુલ 1,700 સ્કૂલોએ ફી વધારવા એફિડેવિટ કર્યુ છે. એફઆરસી સમક્ષ શાળાઓએ એફિડેવિટ કર્યુ છે. શાળાઓએ ફી વધારાને મંજૂરી આપવા માટે રજૂઆત કરી હતી.
મધ્ય ઝોન એફઆરસી દ્વારા 1,700 શાળાઓને નવા વર્ષે ફી વધારવા મંજૂરી આપવામાં આવી છે. હવે વડોદરાથી 200 જેટલી શાળાઓને મંજૂરી આપવાની બાકી છે. FRCની મંજૂરી મળવાથી સ્કૂલો વાલીઓને નિયત ફી ભરવાની ફરજ પાડી શકશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ખાનગી સ્કૂલો દ્વારા બેફામ ફી વધારો કરવાના મુદ્દે વાલીઓએ ભારે ઉહાપોહ કરતાં ફી રેગ્યુલેશન કમિટી અસ્તિત્વમાં આવી હતી. ફી રેગ્યુલેશન કમિટી દર વર્ષે શાળાઓની ફી વધારવાની દરખાસ્તોનો અભ્યાસ કરે છે અને નિયત રેન્જમાં ફી વધારાને મંજૂરી આપે છે.
આ ઉપરાંત અહીં તે પણ જોવાનું છે કે હાલમાં ચૂંટણીની આચારસંહિતા અમલી હોવાથી આ વધારાને મંજૂરી આપી શકાય નહી. મોટાભાગે તો હાલમા આચારસંહિતાના પગલે મંજૂરી મળે તેવી કોઈ સંભાવના નથી.
આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત
આ પણ વાંચોઃ Weather News/ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે
આ પણ વાંચોઃ Board result/બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના
આ પણ વાંચોઃ Social Problem/સેશન્સ કોર્ટનો અનોખો આદેશઃ માતા બાળકોને ઓનલાઇન જ મળી શકશે