કોરોનાની બીજી લહેરમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ સામે આવ્યાં હતા. જેને લઈને હોસ્પિટલની બહાર પર લાંબી લાઈનો લાગી ગઈ હતી. ત્યારે 43 દિવસ બાદ અમદાવાદમાં કોરોનાના કેસમાં રાહત શ્વાસ લીધો છે.
ગુજરાતમાં કોરોનાના દૈનિક સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોતર થઈ રહેલા ઘટાડાથી હવે એકાદ દોઢ મહિના બાદ કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડો નોંધાયો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 43 દિવસ બાદ 1 હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 831 નવા કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં અત્યાર સુધી 2 લાખથી વધુ દર્દીએ કોરોનાને માત આપી છે.
આ પણ વાંચો :ઠંડાપ્રદેશની મશરૂમ વૈજ્ઞાનિકોએ સૂકા રણપ્રદેશમાં ઉગાડી, ભાવ તો આકાશને આંબે એવા
કોરોનાની સેકન્ડ પીકમાં અમદાવાદ સહિત તમામ આઠ મહાનગરોની સાથે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સંક્રમણની સ્થિતિ કાબૂ થઈ ગઈ હતી.માર્ચમાં શરૂ થયેલી કાબૂ બહાર થઈ ગઈ હતી.માર્ચથી શરૂ થયેલી રફતારે એપ્રિલના અંત સુધીમાં હાહાકાર મચાવી દીધો હતો.જેને લઈને લોકો સ્વચૈછિક લોકડાઉન તેમજ સરકાર દ્વારા લાગવામાં આવેલા નિર્યણ કોરોના કેસમાં કાબુ આવ્યો.
આ પણ વાંચો :બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસનો ખતરો, અમદાવાદની આ હોસ્પિટલમાં નોંધાયા 3 કેસ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદની જેમ વડોદરા શહેરમાં સક્રમિતોનો આંક 400ની નીચે પહોંચ્યો છે.શહેરમાં 367 અને ગ્રામ્યમાંથી 182 કેસ નોંધાયા છે. અમદાવાદ સતત વેક્સિનેસને લઈને પણ સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. ધીરે ધીરે હવે અમદાવાદમાં કેસ ઘટતા અમદાવાદમાં કઈક અંશે રાહત જોવા મળી છે.
આ પણ વાંચો :ચક્રવાત ‘યાસ’નો વધ્યો ખતરો, ઓડિશાના ઘણા જિલ્લાઓમાં હાઈએલર્ટ કરાયું જાહેર