આ વર્ષે વરસાદે અમદાવાદ ને પોતાનું આગવું અને વરવું રૂપ બતાવ્યું છે. પહેલા જનતા વરસાદ નહિ પાડવા થી પરેશાન હતી, લાંબી રાહ જોવડાવીને મેઘરાજાએ એન્ટ્રી તો મારી પરંતુ ‘અતિથી કબ જાઓગે’ ની જેમ અડીંગો જમાવી ને બેસી ગયો અને લોકો વરસાદની વિદાયની રાહ જોવા માંડ્યા.
એ તો ઠીક છે પરંતુ ચાલુ વર્ષે વરસાદી મોસમમાં લોકો પહેલા રોડ પર પડેલા ખાડાને લઈને પરેશાન થયા અને પછી લાંબી ખેચાયેલી વરસાદી મોસમને કારણે ફેલાયેલા રોગચાળાથી વધુ પરેશાન બન્યા છે. ચોમાસું લગભગ વિદાય લઇ ગયું છે. પરંતુ રોગચાળો હજુ પણ જેમ નો તેમ છે. દિવસેને દિવસે રોગચાળામાં જંગી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા એક સપ્તાહમાં શહેરના રોગચાળના આંકડા વધીને ડબલ થઇ ગયા છે.
જેમાં ડેન્ગ્યુના 170 કેસ,મેલેરિયાના 66 કેસ,ચિકન ગુનિયાના 9 કેસ સામે આવ્યા છે. ચાલુ વર્ષે રોગચાળાએ 10 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. તંત્ર લખો રૂપિયાનો ખર્ચ રોગચાળાને કાબુ મેળવા માટે કરે છે પરંતુ આ વર્ષે તંત્ર નિષ્ફ્ળ રહ્યું છે. ઠેર ઠેર બીમારીના ઘર જોવા મળી રહ્યા છે અને લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના મોટાભાગના સરકારી દવાખાના દર્દીથી ઉભરાઈ રહ્યા છે. ત્યારે આ બીમારી અને રોગચાળો ક્યાં જઈને અટકે છે તે જોવું રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.