ડ્રગ્સ કેસ/ આર્યન બાદ હવે મુનમુન ધામેચા પણ જેલમાંથી થઈ મુક્ત, ભાયખલા જેલમાં હતી બંધ

આ કેસમાં આર્યન ખાનના મિત્રો અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ જામીન મળી ગયા છે. જામીન મળ્યા બાદ પણ અરબાઝ અને મુનમુન…

Top Stories Entertainment
મુનમુન ધામેચા

મુંબઈના પ્રખ્યાત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના પુત્ર આર્યન સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની પણ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આર્યન ખાનના મિત્રો અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા ને પણ જામીન મળી ગયા છે. જામીન મળ્યા બાદ પણ અરબાઝ અને મુનમુનને 30 ઓક્ટોબરની રાત જેલમાં જ વિતાવવી પડી હતી.

આ પણ વાંચો : હોટ શ્વેતા તિવારીની આ સ્ટાઈલ જોઈને તમારા ઊડી જશે હોશ, જુઓ બોલ્ડ અવતાર

મુનમુન ધામેચાને રવિવારે સવારે ભાયખલા જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. મુનમુન ધામેચા ભાયખલા જેલમાંથી બહાર આવ્યા બાદ હવે અરબાઝ મર્ચન્ટ પણ ટૂંક સમયમાં આર્થર રોડ જેલમાંથી બહાર આવે તેવી શક્યતા છે.

અરબાઝના પિતા અસલમ મર્ચન્ટે કહ્યું કે અરબાઝ સાંજે બહાર આવશે, હવે હું તેને મળવા આવ્યો છું. નોંધનીય છે કે આર્યન ખાનની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ 29 ઓક્ટોબરે જામીન મળ્યા હતા.

આ પણ વાંચો : આર્યન ડ્રગ્સ કેસ પર શત્રુઘ્ન સિન્હાએ કહ્યું – હું ભાગ્યશાળી છું કે મારા બાળકો સોનક્ષી અને લવ-કુશ…

આર્યન ખાન 30 ઓક્ટોબરના રોજ જેલમાંથી છૂટીને મન્નત પહોંચ્યો હતો પરંતુ બંનેની મુક્તિ અટકી ગઈ હતી. અરબાઝ મર્ચન્ટ અને મુનમુનની રિલીઝ પેપરવર્ક પૂર્ણ ન થવાના કારણે અટકી પડી હતી.

આપને જણાવી દઈએ કે 30 ઓક્ટોબરના રોજ અરબાઝે તેના પિતાને વિનંતી કરી હતી કે આજે તેને કોઈક રીતે જેલમાંથી બહાર કાઢો. અસલમે પુત્રને ખાતરી પણ આપી હતી કે 90 ટકા સંભાવના છે કે તેને આજે મુક્ત કરવામાં આવશે પરંતુ તેમ થઈ શક્યું નહીં.

અરબાઝ મર્ચન્ટ 30 ઓક્ટોબરે રિલીઝ થઈ શક્યો નહીં. હવે અરબાઝ આજે જેલમાંથી મુક્ત થશે. મુનમુન ધામેચાની રિલીઝમાં પણ પ્રક્રિયા પૂર્ણ ન થવાને કારણે વિલંબ થયો હતો.

આ પણ વાંચો :રાજકીય સન્માન સાથે આજે થશે પુનીત રાજકુમારના અંતિમ સંસ્કાર

આ પણ વાંચો :આર્યન ખાને કેવી રીતે વિતાવ્યા જેલના 22 દિવસ,જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચો : આ ફિલ્મોએ કલાકારોની ડૂબતી નૈયાને કિનારે લગાવી હતી