Not Set/ બ્લડ ગ્રુપ O બાદ હવે બ્લડ ગ્રુપ A પણ યુનિવર્સલ ડોનર, વૈજ્ઞાનિકોએ કરી બતાવ્યું

બ્લડ ગ્રુપ O એ હવે વિશ્વનો એકમાત્ર યુનિવર્સલ ડોનર નથી. બ્લડ ગ્રુપ A પણ તેને ટેકો આપવા માટે તૈયાર છે.

Trending
ગરમી 6 બ્લડ ગ્રુપ O બાદ હવે બ્લડ ગ્રુપ A પણ યુનિવર્સલ ડોનર, વૈજ્ઞાનિકોએ કરી બતાવ્યું

બ્લડ ગ્રુપ O એ હવે વિશ્વનો એકમાત્ર યુનિવર્સલ ડોનર નથી. બ્લડ ગ્રુપ A પણ તેને ટેકો આપવા માટે તૈયાર છે. કેનેડિયન વૈજ્ઞાનિકોએ ચોક્કસ પ્રકારનાં બેક્ટેરિયા એન્ઝાઇમ્સનો ઉપયોગ કરીને બ્લડ ગ્રુપ A ને યુનિવર્સલ ડોનર બનાવી દીધો છે. એટલે કે, હોસ્પિટલોમાં લોહીનાં અભાવે લોકો ઓછા મૃત્યુ પામશે. વધુને વધુ લોકોને લોહી મળશે. પણ હવે એ સવાલ ઉભો થયો છે કે, વૈજ્ઞાનિકોની આ સિદ્ધિથી સામાન્ય માણસને શું ફાયદો થશે?

ગરમી 7 બ્લડ ગ્રુપ O બાદ હવે બ્લડ ગ્રુપ A પણ યુનિવર્સલ ડોનર, વૈજ્ઞાનિકોએ કરી બતાવ્યું

બિઝનેસ / મુકેશ-અનિલ અંબાણી અને તેમના પરિવાર પર સેબીએ આટલા કરોડનો ફટકાર્યો દંડ

માત્ર યુ.એસ. માં, કોઈ પણ દિવસે ઇમર્જન્સી સર્જરી, શેડ્યૂલ ઓપરેશન અને રૂટિન ટ્રાન્સફ્યુઝન માટે 16,500 લિટર બ્લડની ઉપલબ્ધતા રહે છે. પરંતુ દર્દી કોઈપણ લોહી લઈ શકતો નથી. સફળ ટ્રાન્સફ્યુઝન માટે, તે મહત્વનું છે કે ડોનરનું બ્લડ ગ્રુપ દર્દીનાં બ્લડ સાથે મળતુ હોય. હવે વૈજ્ઞાનિકોએ મનુષ્યનાં આંતરડામાં સૂક્ષ્મજીવાણુઓ શોધી કાઠ્યાં છે જે બે પ્રકારનાં ઉત્સેચકો નિકાળે છે. આ ઉત્સેચકોની મદદથી વૈજ્ઞાનિકોએ ટાઇપ-A અથવા બ્લડ ગ્રુપ A ને યુનિવર્સલ ડોનરમાં પરિવર્તિત કર્યો છે. મેરીલેન્ડમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ ક્લિનિકલ સેન્ટરનાં બ્લડ ટ્રાન્સફ્યુઝન નિષ્ણાત હાર્વે ક્લેન કહે છે કે, આ પહેલીવાર કરવામાં આવી રહ્યું છે. જો આ પ્રક્રિયા મોટા પાયે સફળ થાય છે, તો તે મેડિકલ સાયન્સમાં મોટું પગલું હશે.

ગરમી 8 બ્લડ ગ્રુપ O બાદ હવે બ્લડ ગ્રુપ A પણ યુનિવર્સલ ડોનર, વૈજ્ઞાનિકોએ કરી બતાવ્યું

પ્રવેશ નિષેધ / ભારતથી આવતા મુસાફરોનાં પ્રવેશ પર ન્યુઝીલેન્ડે મુક્યો પ્રતિબંધ

મનુષ્યમાં ચાર પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે – A, B, AB અને O. તેને લાલ રક્તકણો (આરબીસી) ની આજુબાજુમાં સ્થિત સુગર મોલીક્યૂલ્સ કણો દ્વારા ઓળખાય છે. જો કોઈ વ્યક્તિ જેનું બ્લડ ગ્રુપ A હોય અને તેને બ્લડ ગ્રુપ B નું બ્લડ આપવામાં આવે, તો પછી બ્લડ એન્ટિજેન નામનાં આ સુગર મોલીક્યૂલ્સ કણો આરબીસી પર હુમલો કરે છે. રોગપ્રતિકારક શક્તિ કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિ ગંભીર પરિસ્થિતિમાં મૃત્યુ પામે છે. બ્લડ ગ્રુપ O માં આવા એન્ટિજેનનો અભાવ છે. તેથી આ બ્લડ ગ્રુપ આજ સુધી યુનિવર્સલ ડોનર બન્યું હતું. સામાન્ય રીતે આ બ્લડની માંગ હોસ્પિટલોમાં સૌથી વધુ હોય છે. કારણ કે ઘણી વખત ઓપરેશન થિયેટરમાં, અકસ્માતનો ભોગ બનેલા બ્લડ ગ્રુપને તપાસવાની કોઈ તક મળતી નથી. ન્યૂયોર્ક બ્લડ સેન્ટરનાં રેડ બ્લડ સેલ ફિઝિયોલોજિસ્ટ મોહનદાન નારલા કહે છે કે, યુ.એસ. સહિત સમગ્ર વિશ્વમાં બ્લડ ગ્રુપ O ની અછત છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ