લોકસભા ચુંટણીનાં પાંચ ચરણ પૂર્ણ થઇ ગયા છે ત્યારે નેતાઓ પોતાની ભાષાની શાલીનતા જાણે ગુમાવી રહ્યા છે. આ કડીમાં હવે રાજદ નેતા રાબડી દેવીનો સમાવેશ થઇ ગયો છે. રાબડી દેવીએ PM પર આકરા પ્રહારો કરતા કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જલ્લાદ છે. આ પહેલા પ્રિયંકા ગાંધી પણ PM મોદીને દુર્યોધન કહીને સંબોધી ચુકી છે.
આરજેડી નેતા રાબડી દેવીએ પ્રિયંકાનાં PM પર કરવામાં આવેલા પ્રહાર અંગે કહ્યુ કે, પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીને દુર્યોધન કહીને ભૂલ કરી છે, વડાપ્રધાન તો જલ્લાદ છે જલ્લાદ, જે જજનેસ પત્રકારોને મરાવી દે છે, ઉઠોવી લે છે. આવા વ્યક્તિનું મન અને વિચાર કેવા હશે, ખૂંખાર હશે ખૂંખાર. આ પહેલા રાબડી દેવીએ ભોજપુરી ભાષામાં ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, ‘નીતિશ અને નરેન્દ્ર મોદીએ જનતાની મહેનતની કમાણી શૌચાલય, નળ-પાણી સહિત 36 ઘોટાળા કર્યા છે. આ બંન્ને સરકારોથી જનતા હવે કંટાળી ગઇ છે અને લોકસભા ચુંટણીનાં 5 ચરણોમાં જનતાએ પોતાનો દમ દેખાડ્યો છે. જેનાથી બીજેપીવાળા હચમચી ગઇ છે. આગળ આ લોકોની ખરાબ હાલત થવાની છે.’
રાબડી દેવીએ અન્ય ટ્વીટ કરતા મહાભારતકાળની વાતથી PM મોદી અને નીતિશ કુમારને બાનમાં લીધા. તેમણે રાહુલ અને તેજસ્વીનું નામ લેતા કહ્યુ કે, ‘મહાભારતકાળમાં જે કામ સંજયે કર્યુ હતુ, તે જ કામ રાહુલ અને તેજસ્વી આ બંન્ને કરી રહ્યા છે, મોટા મોદીએ 5 વર્ષમાંથી સાડા 4 વર્ષ વિદેશમાં વિતાવ્યા, બીજી તરફ નીતિશ કુમાર 13-14 વર્ષનાં શાસનમાં ખેડૂત, મજૂર, જુઆ અને મહિલાની સતામણી કરવામાં પોતાની ઉર્જા ખર્ચ કરી ચુક્યા છે.