New Delhi News: દિલ્હી એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 40 દિવસ સુધી તિહાર જેલમાં રહ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે મોડી સાંજે વચગાળાના જામીન પર બહાર આવ્યા હતા. બહાર આવતાની સાથે જ તે કારમાં બેસી ગયા અને ત્યાં હાજર લોકોનું અભિવાદન કરી સીધા ઘર તરફ રવાના થયા.
અરવિંદ કેજરીવાલના સ્વાગત માટે તિહાર જેલની બહાર તેમની પત્ની સુનીતા કેજરીવાલ સાથે આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરો હાજર હતા. તિહારથી નીકળ્યા બાદ કેજરીવાલ કારમાં બેઠા અને સીધા ઘરે જવા રવાના થયા. પહેલા એવું માનવામાં આવતું હતું કે જેલમાંથી નીકળ્યા બાદ કેજરીવાલ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને કોઈ સંદેશ આપશે, પરંતુ તેઓ કંઈ પણ બોલ્યા વગર સીધા ઘરે રવાના થઈ ગયા.
આ પણ વાંચો: માલદીવ આવ્યુ ઘૂંટણિયે, વિદેશ પ્રધાન મૂસા ઝમીરે માંગી માફી ‘આવી ભૂલ ફરી નહીં થાય’
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી 1 જૂન સુધી મળ્યા વચગાળાના જામીન
આ પણ વાંચો: હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી ન મળી રાહત, જાણો વચગાળાના જામીન પર આગામી સુનાવણી ક્યારે…