નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એન્જ્યુકેશ દ્વારા ગુજરાતમાં સળંગ એકસાથે 13 બી.એડ કોલેજોને બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એન્જ્યુકેશને કોલેજમાં શિક્ષકોની ઘટત સહીત અન્ય કારણોને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સીટીની પણ ત્રણ કોલેજનો સમાવેશ થાય છે.
જયારે વાત કરાવવામાં આવે તો એનસીટીઈ દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં ગુજરાત યુનિવર્સીટીના બી.એડ ફેકલ્ટીના ડીનના પુત્રની કોલેજ પણ બંધ કરવામાં આવશે. જે બી.એડ કોલેજોમાં લાયકાત વગરનો સ્ટાફ અને બિલ્ડિંગના યોગ્ય ડોક્યુમેન્ટ ના હોય તે કોલેજોને ધ્યાનમાં લઇ તેમને બંધ કરવાનો નિર્ણય એનસીટીઆઈ દ્વારા લેવામાં આવ્યો છે.
એનસીટીઈ એ આવી 29 કોલેજોને નોટીસ ફટકારી હતી. ભોપાલ ખાતે મળેલી એનસીટીઆઈ ની મિટિંગમાં મહારાષ્ટ્ર અને ગુજરાતની 98 કોલેજોનો મામલો હાથ ધર્યો હતો. જેમાં ગુજરાત યુનિવર્સીટી, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને દક્ષિણ ગુજરાતને નોટિસ ફટકારવામાં આવી હતી.
આ કોલેજોને એનસીટીઈ એ પોતાની ઘટતી ટીચર્સની સંખ્યાને પૂર્ણ કરવા માટે 6 મહિનાનો સમય આપ્યો છે. જો કોલેજ છ મહિનાની અંદર આ માહિતીઓને ધ્યાનમાં નહિ લે તો તે કોલેજની માન્યતા રદ્દ થઇ શકે છે.
બી.એડ કોલેજના કોર્સમાં વારંવાર ફેરફાર થવાના કારણે અને સ્ટાફની અછતના કારણે વિદ્યાર્થીઓ બી.એડ કરવામાં ઓછો રસ દાખવતા હોય છે. જયારે વાત કરવામાં આવે તો બી.એડ કર્યા પછી સરકારી નોકરી મેળવવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, અથવા ઘણા સમય માટે વિરામ લેવો પડતો હોય છે.