Cricket/ પ્રથમ ટી-20માં હાર બાદ ટીમ ઈન્ડિયા બીજી મેચમાં બદલી શકે છે પ્લેઇંગ ઇલેવન

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં કારમી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે બીજી વનડે મેચની પ્લેઇંગ ઇલેવનમાં ઘણા મોટા ફેરફારો કરી શકે છે.

Sports
ગરમી 60 પ્રથમ ટી-20માં હાર બાદ ટીમ ઈન્ડિયા બીજી મેચમાં બદલી શકે છે પ્લેઇંગ ઇલેવન

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં કારમી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે બીજી વનડે મેચની પ્લેઇંગ ઇલેવનમાં ઘણા મોટા ફેરફારો કરી શકે છે. એક તરફી મેચ બની હોવાના કારણે સ્ટેડિયમમાં હાજર દર્શકો ખૂબ નારાજ થયા હતા.

Cricket / દર્શકો દ્વારા બોલ પરત ન કરાતા હાર્દિકે કર્યો આ ઈસારો, જુઓ Video

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી-20 મેચની શ્રેણીની બીજી મેચ 14 માર્ચે એટલે કે આવતી કાલે રવિવારે રમાવાની છે. ટીમ ઈન્ડિયાને શ્રેણીની પહેલી મેચમાં ઈંગ્લેન્ડનાં હાથે 8 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર પ્રથમ મેચમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો હતો અને ટીમની હારનું આ સૌથી મોટું કારણ કહેવામાં આવી રહ્યુ છે. જો શ્રેયસ ઐયરની ઇનિંગ્સ છોડી દઇએ તો બીજો કોઈ બેટ્સમેન કોઇ ખાસ કલામ બતાવી શક્યો ન હતો. ટીમ ઇન્ડિયાનાં ટોચનાં બેટ્સમેન-શિખર ધવન, કેએલ રાહુલ અને વિરાટ કોહલી મળીને માત્ર 5 રન જ બનાવી શક્યા હતા.

ગરમી 61 પ્રથમ ટી-20માં હાર બાદ ટીમ ઈન્ડિયા બીજી મેચમાં બદલી શકે છે પ્લેઇંગ ઇલેવન

Cricket / રાહુલ બન્યો સુપરમેન, ઉચી છલાંગ લગાવી આ રીતે રોક્યો છક્કો, જુઓ Video

ટીમ ઈન્ડિયાને લાગેલા ઝટકાથી તે જલ્દી બહાર આવી જ શકી અને નિર્ધારિત 20 ઓવરમાં 124 રન બનાવી શકી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડનાં બેટ્સમેનોએ આ લક્ષ્ય સરળતાથી મેળવ્યું હતું. આવી સ્થિતિમાં, જ્યારે વિરાટ કોહલીની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયા રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉતરશે ત્યારે ટીમ વાપસી કરવાનો પૂરો પ્રયાસ કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયા ઓપનર રોહિત શર્માની ગેરહાજરીમાં રમી હતી, જેણે ચાર ટેસ્ટ રમ્યા બાદ ટી-20 શ્રેણીની શરૂઆતની મેચોમાં બ્રેક લીધો છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ દરમિયાન આ માહિતી આપી હતી, પરંતુ સંભવ છે કે પ્રથમ મેચમાં હાર બાદ ટીમ મેનેજમેન્ટ ફરીથી પ્લેઇંગ ઈલેવનમાં તેમના ઇન-ફોર્મ બેટ્સમેનને ટીમમાં જોડી શકે છે.

ગરમી 62 પ્રથમ ટી-20માં હાર બાદ ટીમ ઈન્ડિયા બીજી મેચમાં બદલી શકે છે પ્લેઇંગ ઇલેવન

Cricket / પ્રથમ ટી-20માં હાર બાદ ફેન્સને યાદ આવ્યા હિટમેન રોહિત શર્મા

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન:

કે.એલ. રાહુલ, શિખર ધવન / રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, રિષભ પંત, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ.

ઈંગ્લેંડની સંભવિત પ્લેઇંગ ઇલેવન:

જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, ઇઓન મોર્ગન(કેપ્ટન), બેન સ્ટોક્સ, સેમ ક્યુરન, જોફ્રા આર્ચર, ક્રિસ જોર્ડન, આદિલ રશીદ, માર્ક વુડ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ