Not Set/ મેગાસીટી , મેટ્રોસિટી બાદ અમદાવાદને મળી રહ્યો છે વધુ એક ટાઇટલ…..વાંચો સમગ્ર અહેવાલ

@ રીમા દોશી , અમદાવાદ. અમદાવાદ એક એવું શહેર કે જેના ગુણગાણ વિદેશોમાં પણ થાય છે.અમદાવાદ શહેરને અનેક દરજ્જા મળ્યા છે.અમદાવાદને સ્માર્ટ સીટી કો.હેરિટેજ સીટી કો.ત્યારે અમદાવાદને વધુ એક દરજ્જો મળી શકે છે.અમદાવાદ દેશનું પ્રથમ સ્પોર્ટ્સ સીટી બનવા જઈ રહ્યું છે.સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 25 કરોડના ખર્ચે સપોર્ટસ કોમ્પ્લેક્સ તૈયાર થઇ રહ્યું છે […]

Ahmedabad Gujarat
download 7 મેગાસીટી , મેટ્રોસિટી બાદ અમદાવાદને મળી રહ્યો છે વધુ એક ટાઇટલ.....વાંચો સમગ્ર અહેવાલ

@ રીમા દોશી , અમદાવાદ.

અમદાવાદ એક એવું શહેર કે જેના ગુણગાણ વિદેશોમાં પણ થાય છે.અમદાવાદ શહેરને અનેક દરજ્જા મળ્યા છે.અમદાવાદને સ્માર્ટ સીટી કો.હેરિટેજ સીટી કો.ત્યારે અમદાવાદને વધુ એક દરજ્જો મળી શકે છે.અમદાવાદ દેશનું પ્રથમ સ્પોર્ટ્સ સીટી બનવા જઈ રહ્યું છે.સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 25 કરોડના ખર્ચે સપોર્ટસ કોમ્પ્લેક્સ તૈયાર થઇ રહ્યું છે જે અમદાવાદની શાનમાં વધારો કરશે.

અમદાવાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતો પણ રમાઇ શકે તે માટે મહાનગર પાલિકાએ વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરી છે.શહેરના પૂર્વ અને પશ્ચિમ રિવરફ્રન્ટના ખાતે સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર કરાયા છે.જેમા ગુજરાતનું પ્રથમ સ્કેટ બોર્ડિંગ પાર્ક તૈયાર થયું છે.જેમાં સ્કેટ બોર્ડિંગ પાર્કની લંબાઇ 30 મિટરથી વધુ છે.આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમાતી રમતો હવે અમદાવાદ પણ પ્રેક્ટીસ કરી શકાશે.સ્કેટ બોર્ડિંગ પાર્ક સહિત અન્ય રમત-ગમતની એક્ટિવિટી માટે આખરી ઓપ અપાઇ રહ્યો છે.

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત રમી શકાય તેના ટ્રેક અને કોર્ટ કરાયા તૈયાર થઇ ચુક્યા છે…આ સપોર્ટ કોમ્પ્લેક્સ સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાંઅલગ-અલગ બે કોમ્પ્લાક્સ બનાવાયા છે…જેમાં રાત્રીના સમયે પણ પ્રેકટીસ કરી શકાય તેમજ મેચ રમી શકાય તે માટે ફ્લડ લાઇટ્સ પણ લગાવવામાં આવી છે

સ્પોર્ટ્સ ક્મ્પ્લેક્સની ખાસિયત પર નજર કરીયે તો તેમાં 4 ક્રિકેટ પીચ, 5 ટેનિસ કોટ, 4 મલ્ટીપલ સ્પોર્ટસ કોર્ટ, સ્કેટીંગ રીંગ અને સ્કેટ બોર્ડિંગ આ ઉપરાંત 800 મીટર જોગીગ ટ્રેક , ઇન્ટરનલ રોડ , તેમજ પાર્કિગ સુવિધા ઉભી કરાઇ છે. સાથેજ ઇન્ટરનલ રોડ સહિત યુટીલીટી બિલ્ડીગ વ્યવસ્થા કરાઇ છે. બન્ને સ્પોર્ટસ કોમ્પલેક્ષમા પ્રોફેશનલ કોચીગ મળી રહે તેવું આયોજન કરેલ છે.ત્યારે અમદાવાદીઓ ને હવે વધુ એક આકર્ષણ મળવા જઈ રહ્યું છે.