Bollywood/ મૃણાલ ઠાકુર પછી જાણીતા બોલિવૂડ ડિરેક્ટર રાહુલ રવૈલપણ કોરોના સંક્રમિત થયા

હાલમાં જ કરીના કપૂર, અમૃતા અરોરા, અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા, નોરા ફતેહી અને એક્ટ્રેસ મૃણાલ ઠાકુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

Top Stories Entertainment
Untitled 7 મૃણાલ ઠાકુર પછી જાણીતા બોલિવૂડ ડિરેક્ટર રાહુલ રવૈલપણ કોરોના સંક્રમિત થયા

દેશમાં ફરી એકવખત કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે.  તેવામાં  ખાસ કરીને દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. હાલમાં જ કરીના કપૂર, અમૃતા અરોરા, અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા, નોરા ફતેહી અને એક્ટ્રેસ મૃણાલ ઠાકુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે હવે જાણીતા બોલિવૂડ ડિરેક્ટર રાહુલ રવૈલપણ કોરોના સંક્રમિત થયા છે.

મળતી માહિતી મુજબ, 6થી 7 દિવસ પહેલા ફિલ્મમેકર રાહુલ રવૈલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેઓ મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં ક્વોરન્ટિન થઈ ગયા હતા. અમારા સહયોગી ‘ઈટાઈમ્સ’ના રિપોર્ટ મુજબ, ડિરેક્ટર રાહુલ રવૈલની સ્થિતિમાં હવે સુધારો થઈ રહ્યો છે. તેઓ આઈસોલેશનમાં કોવિડ સંબંધિત ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે.

આ પણ  વાંચો:લોકડાઉન / પશ્ચિમ બંગાળ માં આંશિક લોકડાઉન, આવતીકાલથી શાળા-કોલેજો બંધ રહેશે

આપને  જણાવી દઈએ કે ડિરેક્ટર બોલિવૂડની લેટેસ્ટ સેલિબ્રિટીઝમાંથી એક છે, જેનો તાજેતરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા અભિનેત્રીઓ મૃણાલ ઠાકુર, નોરા ફતેહી, અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા, નિર્માતા રિયા કપૂર અને તેના પતિ કરણ બુલાનીનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

શનિવારે મૃણાલ ઠાકુરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને તેના કોરોના પોઝિટિવના સમાચાર આપ્યા હતા. તેણે લખ્યું, “મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યારે મારામાં હળવા લક્ષણો દેખાઈ રહ્યા છે. પરંતુ હું ઠીક અનુભવી રહી છું. મેં મારી જાતને ક્વોરેન્ટાઈન કરી છે.

આ પણ  વાંચો:ગુજરાત / રાજકોટમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કાલથી કોરોના સામેની વેક્સીન આપવાનો થશે પ્રારંભ

નોરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે 30 ડિસેમ્બરે નોરા ફતેહીએ તેના ચાહકોને જણાવ્યું હતું કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે ડોક્ટરોની દેખરેખમાં તેની સારવાર કરાવી રહી છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે વાયરસની તેના પર ખરાબ અસર પડી છે.