Construction Site/ અમદાવાદમાં નિકોલ પછી સાયન્સ સિટીમાં બાંધકામ સાઇટ પર શ્રમિક મહિલાનું મોત

અમદાવાદમાં બાંધકામ સાઇટ પર મજૂરોના મોતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. નિકોલમાં બાંધકામ સાઇટ પર શ્રમિકનું મોત થયા પછી હવે સાયન્સ સિટીમાં મહિલા શ્રમિકનું નિધન થયું છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 05 03T110721.460 અમદાવાદમાં નિકોલ પછી સાયન્સ સિટીમાં બાંધકામ સાઇટ પર શ્રમિક મહિલાનું મોત

અમદાવાદઃ અમદાવાદમાં બાંધકામ સાઇટ પર મજૂરોના મોતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. નિકોલમાં બાંધકામ સાઇટ પર શ્રમિકનું મોત થયા પછી હવે સાયન્સ સિટીમાં મહિલા શ્રમિકનું નિધન થયું છે. કન્સ્ટ્રકશન સાઇટ પર પટકાતા મહિલાનું મોત થયું છે.

યુકો બેન્કની સાઇટ પર મહિલાનું મોત થયું છે. 22 વર્ષીય વક્તાકુમારી અંગરી નામની મહિલાનું મોત થયું છે. આ બતાવે છે કે કોન્ટ્રાક્ટરો સાઇટનું બાંધકામ કરે છે ત્યારે શ્રમિકોના જીવનને લઈને કેટલી બેદરકારી દાખવી રહ્યા છે તેનો આ પુરાવો છે. કદાચ લગભગ દરેક બાંધકામ સાઇટ પર આ સ્થિતિ છે, પરંતુ શ્રમિકના નિધનના લીધે આ બધુ બહાર આવી રહ્યુ છે.

ગુજરાતમાં કામકાજના સ્થળે મૃત્યુ હવે નવાઈ રહી નથી. દરેક કિસ્સો બન્યા પછી દેખાવ પૂરતા પગલાં લેવાય છે અને પછી સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરી દેવાય છે. ગુજરાતમાં 2021થી માર્ચ 2024 સુધી ઔદ્યોગિક અક્સમાતમાં કુલ 714 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. પણ આ શ્રમિકોને ચૂકવવામાં આવેલા વળતરની વાત આવે તો કોઈ ચોક્કસ આંકડો દેખાતો નથી. 2021 થી, રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતોમાં 714 જેટલા મજૂરોએ જીવ ગુમાવ્યો છે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે બુધવારે ગુજરાત વિધાનસભાને માહિતી આપી હતી, આમ આંકડા સરકારના પોતાના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

આ પણ વાંચો:  પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ

આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે