સુરતઃ સુરતના વડતાલ ખાતેનો સ્વામિનારાયણ સંપ્રદાય ફરીથી વિવાદમાં આવ્યો છે. સુરતના વડતાળ સ્વામિનારાયણ સંપ્રદાય પર સગીરને બળજબરીથી સાધુ બનાવવામાં આવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સગીરના કાકા અને પિતાએ સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુઓએ સગીરને તેમની પાસેથી છીનવી લીધાનો આરોપ લગાવ્યો હતો.
તે ફક્ત આરોપ લગાવી બેસી રહ્યા નથી. તેમણે તેમનો પુત્ર 14 એપ્રિલના રોજ ગુમ થયાની સરથાણા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. સગીર નાના વરાછાની તપોવન સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, ત્યારબાદ પુત્રનું બ્રેઇનવોશ કરીને છીનવી લીધાનો આરોપ લગાવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી પ્રથમ ગઢદા તેના પછી ખોપાળા અને બાબરા લઈ જઈ હવે સુરત લાવવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. કુટુંબીજનો હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાય પાસે પુત્રને પરત કરવાની માંગ કરી રહ્યા છે.
કુટુંબીજનોનો આરોપ છે કે સગીરને પરાણે સાધુ બનાવવામાં આવ્યો છે. 17 વર્ષ અને 10 મહિનાના સગીરને અભ્યાસના બદલે સાધુ બનાવી દીધો છે. સગીરનું કુટુંબ એક વર્ષ પહેલા સંપ્રદાયના સંપર્કમાં આવ્યું હતું. સગીરને હાર તિલક કરીને સાધુ બનાવી દેવાનો આરોપ લગાવાયો છે. પુત્રને પરત આપવાની સગીરના પિતાએ માંગ કરી હતી. સરથાણા પોલીસ મંદિર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગીર ગઢડા તાલુકાના સમઢીયાળામાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં વડલી ગામના અશોક શિંગાળાએ પુત્રને ભણવા મૂક્યો હતો. સારા સંસ્કારના સિંચન માટે પુત્રને ત્યાં ત્રણ વર્ષ સુધી ભણાવ્યો. પણ આજે પરિસ્થિતિ એવી બની છે કે કિશોર કુટુંબ સાથે રહેવા માંગતો નથી. આ કિશોર ગુરુકુળમાં જનાર્દન સ્વામીના સંપર્કમાં આવ્યો અને સ્વામીએ એવી રીતે બ્રેઇનવોશ કર્યુ છે કે આજે બાળકે પોતાના ઘરની માયા મૂકી દીધી.
સામાન્ય રીતે વેકેશન પડે ત્યારે વિદ્યાર્થીઓ ઘરે આવવા ઉત્સુક હોય, પરંતુ અહીં તો ઉલ્ટી સ્થિતિ હતી. વિદ્યાર્થી પોતે ગુરુકુળ જવાની જીદ કરતો હતો અને તેના માટે જમવાનું છોડી દેતો હતો. આ બધા લક્ષણોને જોતાં અશોકભાઈએ દીકરાની નોટબુક ચેક કરી હતી. તેથી જાણવા મળ્યું કે તેને કુટુંબ સામે ઉશ્કેરી સાધુ બનવાની પ્રેરણા અપાય છે. તેમા અનેક લખાણ એવા હતા તેમા માબાપ અને કુટુંબ સામે ખરાબ વસ્તુ હતી અને સંતો વિશે સારું લખાણ હતુ.
માબાપે કિશોર પાસે સ્વામીને ફોન કરાવ્યો તો ગુરુકુળ આવવા માટે ન જમવાની તેને સલાહ આપી. હવે જ્યાં આ પ્રકારના સ્વામીઓ હોય ત્યાં કોઈ માબાપનો કિશોર કેવી રીતે સુરક્ષિત રહે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે ગોળગોળ વાતો કરી તથા અજાણ્યા હોવાનું રટણ કર્યુ. આ પ્રકારનો કિસ્સો દર્શાવે છે કે ગુરુકુળમાં સારા સંસ્કાર માટે મૂકતા વાલીઓએ ચેતવા જેવું છે, ક્યાંક સંસ્કાર મેળવવાની લાયમાં છોકરો ગુમાવવાનો તો નહીં આવેને. આ તો બહાર આવેલો એક જ કિસ્સો છે. આવા બહાર નહીં આવેલા કિસ્સા કેટલાય હશે.
આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ધોરણ 11માં એડમિશન મળશે કે નહીં? વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર!
આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે
આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત