Bollywood/ સોહેલ ખાનની પત્ની સીમા પછી હવે દીકરો યોહાન પણ કોરોના સંક્રમિત

બીએમસીએ સીમા ખાનની ઇમારતને સીલ કરી દીધી છે. BMCએ બિલ્ડીંગમાં રહેતા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે.કોરોના ટેસ્ટના રિપોર્ટના આધારે બિલ્ડિંગના ફ્લોરને ડી-સીલિંગ કરવા અંગે કોઈપણ નિર્ણય લેવામાં આવશે.

Entertainment
Untitled 32 7 સોહેલ ખાનની પત્ની સીમા પછી હવે દીકરો યોહાન પણ કોરોના સંક્રમિત

કરીના  કપૂરઅને અમૃતા રાવ બાદ અભિનેતા સોહેલ ખાનની પત્ની સીમા ખાન અને સંજય કપૂરની પત્ની મહિપ કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ચાર સેલેબ્સ અલગ અલગ ક્વોરેન્ટાઈન છે. આ દરમિયાન BMCએ આ મામલે વધુ એક અપડેટ આપ્યું છે. BMC સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે સોહેલની પત્ની સીમા ખાન અને તેનો 10 વર્ષનો પુત્ર યોહાન ખાન પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. યોહાન ઉપરાંત સીમાની બહેનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

બીએમસીએ સીમા ખાનની ઇમારતને સીલ કરી દીધી છે. BMCએ બિલ્ડીંગમાં રહેતા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે. કોરોના ટેસ્ટના રિપોર્ટના આધારે બિલ્ડિંગના ફ્લોરને ડી-સીલિંગ કરવા અંગે કોઈપણ નિર્ણય લેવામાં આવશે. BMCએ કરીના કપૂર અને કરણ જોહરની બિલ્ડીંગને પણ સીલ અને જંતુમુક્ત કરી દીધી છે.

આ પણ વાંચો ;Bollywood / માંગમાં સિંદૂર અને લાલ ચૂડલા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી કેટરીના કૈફ

કરીના કપૂર ખાન, અમૃતા અરોરા અને અન્ય ઘણા સેલેબ્સ 8 ડિસેમ્બરે કરણ જોહરના ઘરે એક પાર્ટીમાં સામેલ થયા હતા. સીમા ખાન કોરોના પોઝિટિવ આવનાર પ્રથમ સેલેબ હતી, ત્યારબાદ કરીના અને અમૃતાએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. BMCએ કરીના કપૂરની બિલ્ડિંગને પણ સીલ કરી દીધી છે.

કરણ જોહરની પાર્ટીમાં મહિપ કપૂરે પણ હાજરી આપી હતી. તેમનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા, મહિપના પતિ સંજય કપૂરે આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું, “હા તે હળવા લક્ષણો સાથે કોવિડ પોઝિટિવ છે અને તે સેલ્ફ-આઇસોલેશનમાં છે. અમારો દીકરો જહાં, દીકરી શનાયા અને મેં પણ અમારો ટેસ્ટ કરાવ્યો અને અમારા રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

 BMCએ કરીના પર કોરોના નિયમોની અવગણના કરવાની વાત કરી છે અને તેનું નિવાસસ્થાન સીલ કરી દેવામાં આવ્યું છે. કરીના અને અમૃતાએ કોરોના નિયમોનું ઉલ્લંઘન કરીને તેમના મિત્રો સાથે પાર્ટી કરી હતી. જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. પરંતુ, હવે બંનેના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા બાદ બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. 

આ પણ વાંચો ;Entertainment / કેટરિના કૈફ અને અંકિતા લોખંડે પછી હવે આ અભિનેત્રી કરવા જઈ રહી છે લગ્ન