દેશમાં એક તરફ કોરોનાવાયરસનાં કારણે હાહાકાર મચ્યો છે, તો બીજી તરફ મોઘવારીનો સાપ હવે સતત ડંખ મારી રહ્યો છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી પુરી થવાની સાથે જ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાનું ચાલુ થઇ ગયુ છે. આજે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત ચોથા દિવસે વધારો થયો છે. આ ભાવ વધારો સામાન્ય માણસનાં જીવનને ખૂબ પ્રભાવિત કરી રહ્યો છે.
રાહતના સમાચાર / RTPCR રિપોર્ટ વિના હોસ્પિટલમાં દાખલ થઇ શકાશે, રાજ્ય માટે નવી નિર્દેશિકા અમલી
આપને જણાવી દઇએ કે, હવે પેટ્રોલનાં ભાવ 100 ને પાર પહોંચી ગયા છે. થોડા દિવસો પહેલા સામે આવ્યુ હતુ કે, રાજસ્થાનમાં પેટ્રોલ 100 ને પાર પહોંચી ગયુ હતુ. ત્યારે હવે આજે રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં આજે પેટ્રોલ 102 રૂપિયાથી આગળ વધી ગયું છે, જ્યારે મધ્યપ્રદેશનાં અનુપુરમાં તે 102 રૂપિયાથી 14 પૈસા પાછળ છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ 28 પૈસા ઉછળીને 91.27 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે, જ્યારે ડીઝલ 31 પૈસા ઉછળીને 81.73 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. પેટ્રોલ 90 પૈસા મોંઘુ થઈ ગયું છે, ચાર દિવસમાં ડીઝલ 100 પૈસા મોંઘુ થઈ ગયું છે અથવા લિટર દીઠ એક રૂપિયો કહી શકાય. આપને જણાવી દઈએ કે, છેલ્લા બે મહિનાથી દેશનાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી. તેથી, ગયા મહિને ક્રૂડ ઓઈલ મોંઘુ થયા પછી પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહતો. ફેબ્રુઆરીમાં ક્રૂડતેલની કિંમત પ્રતિ બેરલ 61 ડોલર હતી, જે માર્ચમાં 73 ડોલર પર આવી હતી. અત્યારે તે 69 ડોલરની નજીક વેચાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં, આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 2 થી 3 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.
કોરોના રસી / CM રાવતે પત્ની સાથે મુકવી કોરોનાની રસી, જણાવ્યું લોકડાઉન કાયમી સમાધાન નથી- લોકો જાગૃત રહે
પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ચીજો ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. જો કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારોનાં વેટને દૂર કરવામાં આવે તો ડીઝલ અને પેટ્રોલનો દર આશરે 27 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે, પરંતુ કેન્દ્ર કે રાજ્ય સરકાર બંને કોઈ પણ કિંમત પર વેરો દૂર કરી શકતા નથી. સરકારને પણ ખબર છે કે આવકનો મોટો હિસ્સો અહીંથી આવે છે. આ નાણાં વૃદ્ધિ તરફ દોરી જાય છે. જે કેટલો થઇ રહ્યો છે તમામ લોકોની સમક્ષ છે. જણાવી દઇએ કે, વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનાં ભાવને આધારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દરરોજ બદલાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલનાં દર નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં દરમાં સુધારો કરે છે.