બેંગ્લોરમાં એક વ્યક્તિ તેની પત્નીના પ્રેમીની હત્યા કરવા પલંગ નીચે છ કલાક સુધી રાહ જોતો હતો. ભરત કુમાર નામના શખ્સે આઠ વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં. 31 વર્ષીય ભરતને તેની પત્ની અને શિવરાજ નામના વ્યક્તિના અફેર અંગે શંકા હતી. ત્યારે જ તેણે કોઈ પ્લાન બનાવી લીધો હતો. ત્યારબાદ પ્લાન મુજબ પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી હતી.
નોંધપાત્ર વાત એ છે કે શિવરાજનું ભરતની પત્ની સાથે અફેર હતું. રાત્રે ભરત 9 વાગ્યાની આસપાસ ઘરે આવ્યો હતો અને તેના રૂમના પલંગ નીચે સંતાઈ ગયો હતો. ભરતના આગમનના દોઢ કલાક બાદ શિવરાજ પણ તેના ઘરે પહોંચ્યો હતો. શિવરાજ રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ ઘરે આવ્યો હતો અને તે જ પલંગ પર સૂતો હતો જ્યાં ભરત નીચે છુપાયેલો હતો.
પત્નીએ એવું શું કર્યુ હતું કે પતિએ તેના બંન્ને હાથ કુહાડીથી કાપી નાખ્યા, જાણો અહીં…
ભરત ત્યાંથી ખસ્યો પણ ન હતો અને તેની પત્ની બપોરે 2-3 વાગ્યે રેસ્ટરૂમમાં ગઈ હતી. ત્યારબાદ ભરતે બાથરૂમના દરવાજાને બહારથી તાળુ મારી દીધું હતું અને શિવરાજ પર છરીથી હુમલો કર્યો હતો. શિવરાજનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. શિવરાજની હત્યાના આરોપમાં પોલીસે ભરતની ધરપકડ કરી છે.
ભરતનાં લગ્ન આઠ વર્ષ પહેલાં થયાં હતાં. શિવરાજ અને ભરતની પત્ની એક સમયે દોસ્તી હકી. શિવરાજે ભરતની પત્નીને પણ પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ભરતની પત્નીએ તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જો કે, શિવરાજના સતત પ્રયત્નો પછી ભરતની પત્ની પણ ગુપ્ત સંબંધમાં રાજી થઈ ગઈ હતી.
આ કેસમાં એક પોલીસ અધિકારીએ કહ્યું કે ભરત કુમારે પોતાનો ગુનો કબૂલ કર્યો છે અને તેની તબીબી સારવાર કરવામાં આવી રહી છે. ભરતના મેડિકલ રિપોર્ટ બાદ તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.