ભારતમાં પ્રવર્તમાન આર્થિક સ્થિતિ, મંદીનો દોર, વિકાર અને ફૂગાવાનાં આંકડા, સરકાર દ્વારા પૂર્વે લેવામાં આવેલા પગલા અને તેના પરિણામો, સરકાર દ્વારા હાલમાં અર્થતંત્રને ધબકતું રાખવા માટે લેવામાં આવેલા પગલા, પગલાની નહીંવત અસરો, વિશ્વ સંસ્થા દ્વારા ભય સ્થાનનાં દર્શન, પૂર્વ વડા પ્રધાન અને પ્રખર અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહની સરકારને સલાહ, સિંહની સલાહ અને મદદ લેવા શિવસેના દ્વારા સરકારને ટકોર જેવી તમામ બાબતો વચ્ચે દેશનું અર્થતંત્ર નાણાંમંત્રી નિર્મલા સિતારામનનાં ઘર સુધી પહોંચી ગયું હોવાનું સામે આવી રહ્યું છે.
નાણાંમંત્રીનાં પતિએ કહ્યું અર્થતંત્ર વિશે કંઇક આવું
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનના પતિ પરકલા પ્રભાકરે સ્વીકાર્યું છે કે અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે. તેમણે કહ્યું કે સરકારે તેને સુધારવા માટે જરૂરી પગલાં ભરવા જોઈએ. નિર્મલા સીતારામને હવે પતિના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સરકારે 5 વર્ષમાં જીએસટી, આધાર અને ઉજ્જવલા જેવા પગલાં લીધાં છે, આ અગાઉ પરકલા પ્રભાકરે કહ્યું હતું કે, સરકાર કટોકટીને પહોંચી વળવા કોઈ માર્ગદર્શિકા રજૂ કરી શકી નથી. પ્રભાકર હૈદરાબાદ સ્થિત ખાનગી કંપની રાઇટ ફોલિયોના મેનેજિંગ ડિરેક્ટર છે. તેમણે કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે. સરકાર આ વાતને નકારી શકે છે, પરંતુ જે ડેટા બહાર આવી રહ્યા છે તે બતાવે છે કે એક પછી એક ઘણા ક્ષેત્રો કટોકટીના સમયગાળાનો સામનો કરી રહ્યા છે.

વાત જાણે એમ છે કે, નાણાંમંત્રી સિતારમનનાં પતિ પ્રભાકરે એક અંગ્રેજી માધ્યમ પોતાના દ્વારા લિખિત લેખમાં સ્વકાર્યુ છે કે, દેશમાં દોર મંદી પ્રવર્તી રહી છે અને સરકાર આ મામલે યોગ્ય કરવામાં નબળી સાબિત થઇ રહી છે. તેમણે પૂર્વ વડાપ્રધાનની આ મામલે સરકારે નિસંકોચ સલાહ લેવી જોઇએ તેવી ટકોર પણ કરી છે. પતિનાં અખબીરી લેખનો જવાબ નિર્મલા સિતારમને તેની રાજકીય સ્ટાઇલમાં આપ્યો છે. અને ડખ્ખે ચડેલા અર્થતંત્રનો ડખ્ખો ઘર સુધી પહોંચી ગયાનો ક્યાસ જોવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.