Anand News: ખ્યાતિ કાંડ બાદ ખંભાતની કાર્ડિયાક કેરમાં PMJAYના નામે ગોટાળાની ઘટના સામે આવી છે. જેમાં હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન યોજનામાં 18 લાખના ગોટાળા કરાયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ખંભાતની હોસ્પિટલે કરેલા રૂ.18.84 લાખના ક્લેમ નામંજૂર કરાયા છે. આપને જણાવી દઈએ તબીબના નામના બદલે અન્ય નામ લખીને ક્લેમ કર્યા હતા.આ હોસ્પીટલમાં છેલ્લા 3 મહિનાથી કોઇ રજીસ્ટર કાર્ડીયોલોજિસ્ટ ડોકટર નથી. અને છતાં PMJAY યોજના હેઠળ કાર્ડિયાક કેર સેન્ટર દ્વારા ક્લેમ કરાયા હતા. આ હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીઓના 18 લાખ ફસાયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ડોક્ટર ન હોવા છતાં સારવાર કોણે અને કોના નામે કરી તે સવાલ છે.
થોડા સેમય પહેલા ખ્યાતિ હોસ્પિટલમાં 83 લોકોનું ચેક અપ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. તે સિવાય 19 લોકોને બોરિસણા ગામે હોસ્પિટલની બસ લેવા માટે ગઈ હતી.જેમાં સાત લોકોની હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી.આ એન્જિયોગ્રાફી બાદ બે જણાના મોત નીપજ્યા હતા.
એટલું જ નહી ઓપરેશન પહેલા બે લોકોએ ભોજન લૂધું હોવાનું પણ બહાર આવ્યું હતું. આમ ભોજન લેવાને કારણે બે લોકોને ઈન્ફેક્શન થયું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. મહેસાણા આરોગ્ય વિભાગનાં અધિકારીએ આગળ જણાવ્યું કે, જો SOP નું પાલન ન કર્યાનું સિદ્ધ થશે તો હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્યકક્ષાએ ટીમ બનાવીને આ મામલે તપાસ હાથ ધરાશે. આરોગ્ય અધિકારીએ એવું પણ કહ્યું કે, મેડિકલ કેમ્પ યોજવા પહેલા હોસ્પિટલે મહેસાણા વહિવટી તંત્રની (Mehsana Administration) પરમિશન નથી લીધી.
આ પણ વાંચોઃએપોલો હેલ્થ યુનિ.ના 70થી વધુ વિદ્યાર્થીઓ બન્યા ફૂડ પોઇઝનિંગનો ભોગ
આ પણ વાંચોઃસ્ટર્લિંગ હોસ્પિટલ વિરુદ્ધ 11 દર્દીઓએ ક્રાઈમ બ્રાન્ચમાં નોધાવી ફરિયાદ
આ પણ વાંચોઃઅમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને ઓડાએ નોટિસ ફટકારી છે