ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ગુજરાત સરકાર પણ લવજેહાદ સામે કાયદો લાવવા માટે તૈયારી કરી રહી છે ગુજરાત સરકાર દ્વારા માર્ચ મહિનામાં યોજાનારા બજેટ સત્રમાં આ વિધેયક ગૃહ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવશે.તેમજ નવા કાયદામાં લવ જેહાદની સંભાવનાઓને પણ દાયરામાં સમાવી લેવામાં આવે તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં મુખ્યમંત્રી, ગૃહ મંત્રી અને સિનિયર મંત્રીઓની બેઠકમાં રજૂઆત કરવામાં આવશે ત્યાર બાદ આખરી મુસદ્દો તૈયાર કરવામાં આવશે.
કૃષિ આંદોલન / ખેડૂતો આજે મનાવશે સદભાવના દિવસ, એક દિવસીય ઉપવાસ કરશે
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા પછી અસામાજિક તત્વો, ગુંડાઓ અને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી માટે તેમણે અને કાયદાઓમાં સુધારા કર્યા છે. ગુજરાત સરકારે ઉત્તર પ્રદેશ સરકારની પેટર્ન મુજબ ગત વિધાનસભા સત્રમાં લેન્ડ ગ્રેબિંગ અને ગુંડાઓ વિરોધી કાયદાનો વિધેયક પસાર કર્યું હતું. હવે યુપી સરકાર મોડલ આધારિત લવજેહાદનો કાયદો ગુજરાત વિધાનસભામાં રજૂ થવા જઈ રહ્યો છે.
s jaishankar / ઇઝરાયેલના વિદેશ મંત્રીને જયશંકરે આપી ખાતરી, દોષિતોને બક્ષવામાં નહીં આવે
આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે લવ જેહાદના નામે વિધર્મી યુવક દ્વારા લગ્ન કરાવવાના, ભગાડી જવાના, ધર્મ પરિવર્તન કરાવવાના કે દુષ્કર્મના બનાવો બનશે તો તેની સામે કડક સજાની જોગવાઈ થશે.આ ઉપરાંત આ પ્રકારના કિસ્સાઓ પ્રકાશમાં જ ન આવે તે માટે આગોતરા તૈયારીના ભાગરૂપે લવ જેહાદના કાયદાની સંભાવના ઉપર પૂરતું ફોકસ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જો કોઈ વ્યક્તિ સામે એવી રજૂઆત કે ફરિયાદ આવે એવી હરકત કરી રહ્યો છે તો તેની પૂછપરછ પોલીસ દ્વારા થઈ શકે છે. આ માટેની પોલિસને સત્તા આપવામાં આવી શકે છે. તેમજ 18વર્ષથી નાની ઉંમરની યુવતી સાથે આ પ્રકારના બનાવો બને તો તેના માતા-પિતા કે પરિવારજનો આગળ આવીને આ ફરિયાદ કરશે તો જે-તે વ્યક્તિ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
budget 2021 / લો બોલો… 52 વર્ષ બાદ સંસદ સભ્યોને રેલવેનું નહીં પરંતુ ફાઈવ સ્ટાર હોટેલનું મળશે જમણ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…