Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024 બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમનું સ્વાગતઃ પેરિસ ઓલિમ્પિક 2024માં જર્મની માટે બ્રોન્ઝ મેડલ જીતનારી હોકી ટીમ ભારત પરત ફરી છે. દિલ્હી એરપોર્ટ પર પહોંચતા જ ટીમનું ઉષ્માભર્યું અને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમના સ્વાગત માટે ચાહકો પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ઢોલ વગાડીને ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન ભારતીય હોકી ટીમના ખેલાડીઓએ પણ એરપોર્ટ લોન્જમાંથી બહાર આવ્યા બાદ ભાંગડાના તાલે ડાન્સ કર્યો હતો. સરપંચ સાહેબ તરીકે પ્રખ્યાત થયેલા ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે પણ આ દરમિયાન મીડિયાને પેરિસ ઓલિમ્પિકનો બ્રોન્ઝ મેડલ બતાવ્યો.
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ટીમે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું હતું. હોકીમાં ભારતનો આ ચોથો બ્રોન્ઝ મેડલ હતો. આ સિવાય ભારતે ઓલિમ્પિક ઈતિહાસમાં સૌથી વધુ 8 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે ભારતીય હોકી ટીમે 52 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો હતો. ભારતીય હોકી ટીમ વતન પરત ફર્યા બાદ દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડીયમ પંહોચી.
#WATCH | Indian Men’s Hockey Team players arrive at Major Dhyanchand National Stadium, New Delhi
Indian Hockey Team won a bronze medal at the #ParisOlympics2024 pic.twitter.com/s95bjdRnJW
— ANI (@ANI) August 10, 2024
વાસ્તવમાં ભારતીય હોકી ટીમે 52 વર્ષ બાદ ઓલિમ્પિકમાં સતત 2 મેડલ જીત્યા છે. આ પહેલા 1960 થી 1972 સુધી ભારતે હોકીમાં સતત 4 મેડલ જીત્યા હતા. ત્યારબાદ 1976ના ઓલિમ્પિકમાં દેશને એકપણ મેડલ મળ્યો ન હતો. આ પછી 1980માં ગોલ્ડ જીત્યો હતો.
આ પણ વાંચો:ધ્યાન ભટકાવી રહી હતી સુંદર સ્વિમર, પાછા ફરવાનું કહેવામાં આવ્યું…શું છે સમગ્ર મુદ્દો
આ પણ વાંચો:ભારત-શ્રીલંકાની મેચ બાદ ICC એક્શનમાં, ફિક્સિંગને લઈ માંગ્યો જવાબ
આ પણ વાંચો:વિનેશ ફોગટનું ઓલિમ્પિકમાંથી બહાર થવું શું ખરેખર ષડયંત્ર ?