BJ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના આંદોલનકારી પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ વિદ્યાર્થીઓ આજ રોજ હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. એક વર્ષના બોન્ડને સિનિયર રેસિડેન્ટશિપમાં ગણવાની જુનિયર ડોક્ટરોની માંગ હજુ પુરી ન થતા આજ રોજ 15મીથી તમામ સરકારી મેડિકલ કોલેજોના પીજી રેસિડેન્ટ હડતાળ પર ઉતરશે. જુનિયર ડોક્ટર એસોસિએશને એ પણ એલાન કર્યુ છે કે જો 24 કલાકમાં સરકાર નક્કર નિર્ણય નહી લે તો ૧૬મીથી ઈમર્જન્સી અને કોવિડ સેવા પણ બંધ કરાશે.
જેમણે સરકાર સાથે ગ્રામીણ સેવા બોન્ડ પર હસ્તાક્ષર કર્યા છે અને તેમના MD અને MS અભ્યાસક્રમો પૂર્ણ કર્યા છે, તેઓએ આરોગ્ય વિભાગને તેમની એક વર્ષની બોન્ડ સેવા માફ કરવા 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિતની તમામ સરકારી મેડિકલ કોલેજોના પીજી સીનિયર રેસિડેન્ડ ડોક્ટરો હડતાળ પર ઉતરશે અને કોવિડ તેમજ ઈમર્જન્સી સિવાયની તમામ કામગીરીથી અળગા રહેશે.
જો સરકાર 24 કલાકમાં નિર્ણય નહી લે તો 16 મીથી ઈમર્જન્સી અને કોવિડ સેવા પણ બંધ કરાશે. અગાઉ 2017 અને 2018 ની પીજી મેડિકલના બેચના સિનિર રેસિડેન્ટ ડોક્ટરોની સીનિયર રેસિડેન્ટસીને ગવર્મેન્ટ બોન્ડ સર્વિસમાં ગણી લેવામા આવી હતી.આવી જ રીતે 2019 ની બેચના પીજી વિદ્યાર્થીઓની સિનિયર રેસિડેન્ટસીને બોન્ડ સર્વિસમાં ગણી લેવામા આવે તેવી ઉગ્ર માંગ છે. નોધનીય છે કે, સરકારી મેડિકલ કોલેજોના એક હજારથી વધુ રેસિેડન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરશે તો અમદાવાદ સહિતની સિવિલ હોસ્પિટલોમાં આરોગ્ય-સારવાર સેવાને મોટી અસર થશે.
આરોગ્ય વિભાગ સરકારી મેડિકલ કોલેજોમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓને રૂ. 40 લાખના બોન્ડ પર સહી કરાવે છે.
વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પછી એક વર્ષ માટે ગ્રામીણ વિસ્તારોમાં સરકારી આરોગ્ય કેન્દ્રો પર કામ કરવાનું માનવામાં આવે છે, જેમાં નિષ્ફળ જતાં વિધાર્થીઓની બોન્ડની રકમ જપ્ત કરવામાં આવે છે. તેવી જ રીતે, અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને રૂ. 20 લાખના બોન્ડ પર સહી કરાવવામાં આવે છે.
Gujarat / અમદાવાદને જૂન 2024 સુધીમાં મળશે તેનું બીજું એરપોર્ટ