- અમદાવાદ મનપામાં 152 નવા ચહેરા
- એફિડેવિટ માટે જરૂરી દસ્તાવેજો માટે મુરતિયા ધંધે લાગ્યા
- નવા ઉમેદવારોની દસ્તાવેજ સહિતની વિગત શહેર કાર્યાલય પર નહતી
@સોનલ અનકડટ
પ્રદેશ ભાજપે જાહેર કરેલા છ મનપા વિસ્તારના ઉમેદવારોએ આજે 12:39 ના વિજય મુહૂર્તે ફોર્મ ભર્યા હતા. જોકે પ્રથમ વખત એવું બન્યું કે ભાજપ વિજય મુહૂર્ત સાચવી શક્યો ન હતો. અમદાવાદમાં 192 ઉમેદવારો સામે માત્ર 120 ઉમેદવારો ફોર્મ ભરી શક્યા હતા. અમદાવાદમાં 192 ઉમેદવારોમાંથી 152 ઉમેદવાર નવા ચહેરા છે અને તેથી જ એફિડેવિટ કરવામાં મોડું થતા તમામ ઉમેદવારો પ્રથમ દિવસે ફોર્મ ભરી શક્યા ન હતા.
ખાનપુર ખાતે આવેલા શહેર ભાજપ કાર્યાલય પર એક તરફ મેન્ડેટ આપવાનો દૌર ચાલી રહ્યો હતો તો બીજી બાજુ સતત વિરોધની રજૂઆતનો દૌર ચાલી રહ્યો હતો. અમદાવાદમાં 152 નવા ચહેરા હોવાના કારણે આ તમામ ઉમેદવારોની વિગત શહેર ભાજપ કાર્યાલય પાસે હતી જ નહીં જેના પગલે તમામ ઉમેદવારોને જરૂરી દસ્તાવેજ મોકલવા માટે તેમજ એફિડેવિટ માટે જરૂરી વિગતો પૂરી પાડવામાં સમય લાગ્યો હતો. ઉમેદવારની મિલકત,વાહનો, એફડી, ગોલ્ડ સહિતની માહિતી ફોર્મ ભરવા માટે જરૂરી હોય છે, પણ આવી એક પણ માહિતી મોટાભાગના ઉમેદવારો પાસે હાથવગી ન હતી જેના કારણે જરૂરી દસ્તાવેજો શોધવામાં સમય લાગ્યો હતો અને ઉમેદવારો 12:39 નું વિજય મુહૂર્ત સાચવી શક્યા ન હતા.
સામાન્ય રીતે પ્રત્યેક ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો એકસાથે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી લેતા હોય છે પણ આ વખતે નવા ચહેરા હોવાના કારણે તમામ નવા મુરતિયા દિવસભર જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવામાં ધંધે લાગ્યા હતા. જોકે ભાજપે ફોર્મ ભરવામાં કોઈ કાયદાકીય ગૂંચવણ ઊભી ન થાય તે માટે ૫૦૦ જેટલા એડવોકેટ ની ફોજ તૈયાર રાખી છે.
છ મહાનગર પાલિકા વિસ્તારમાં જાહેર થયેલા ઉમેદવારો પૈકી અમદાવાદમાં 192 ની સામે 120 ઉમેદવારીપત્ર, જામનગરમાં પાંચ, ભાવનગરમાં 44, સુરતમાં 38 અને વડોદરામાં 34 ફોર્મ જ ભરી શકાયા હતા. રાજકોટમાં તમામ 72 ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા હતા. તમામ મનપા વિસ્તારમાં બાકી રહેલા ઉમેદવારો હવે શનિવારે ફોર્મ ભરશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…