અમદાવાદ/ ડાર્ક ફિલ્મ સાથે વાહન ચાવનારા સાવધાન, પોલીસ કરશે કડક કાર્યવાહી

અમદાવાદ તરફી પોલીસ ફરી સજાગ બની છે. અને ડાર્ક ફિલ્મ અને ઘોંઘાટીયા સાઈલેન્સર લગાવીને ફરતાં વાહન ચાલકો પ્રત્યે લાલ આંખ કરી છે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદ તરફી પોલીસ ફરી સજાગ બની છે. અને ડાર્ક ફિલ્મ અને ઘોંઘાટીયા સાઈલેન્સર લગાવીને ફરતાં વાહન ચાલકો પ્રત્યે લાલ આંખ કરી છે.
  • આજથી અમદાવાદ ટ્રાફિક પોલીસની ડ્રાઈવ
  • 12 મે સુધી ચાલશે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ
  • ડાર્ક ફિલ્મ વાહન ચાલકો સામે થશે કાર્યવાહી
  • મોડીફાય સાયલેન્સર વાળા ચાલકો સામે કાર્યવાહી

અમદાવાદ તરફી પોલીસ ફરી સજાગ બની છે. અને ડાર્ક ફિલ્મ અને ઘોંઘાટીયા સાઈલેન્સર લગાવીને ફરતાં વાહન ચાલકો પ્રત્યે લાલ આંખ કરી છે. અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં મોટા ઘોંઘાટીયા અવાજ કરતાં વાહન ચાલકો રાજશાહી  ઠાઠથી રો ઉપર ફરતાં જોવા મળે છે. અને આની વાહન ચાલકો માટે ન્યૂસ્ન્સ ઊભું કરે છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ એકશનમાં આવી છે. અને વાહન ચાલકો વિરુધ્ધ મેગા ડ્રાઈવ નું આયોજન કર્યું છે. આજથી એક અઠવાડિયા માટે શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન થયુ છે. આ ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત અમદાવાદમાં કારમાં ડાર્ક ફિલ્મ અને મોડીફાઈડ કરેલા સાયલેન્સર વાળા વાહનો વિરુદ્ધ શહેર પોલીસ કાર્યવાહી કરશે.

પોલીસ દ્વારા સ્પેશિયલ પોઇન્ટ ગોઠવી ડ્રાઈવ કરવામાં આવશે. ડાર્ક ફિલ્મ વાળા વાહનો ચાલકો વિરુદ્ધ મોટર વ્હિકલ એકટની કલમ 177 મુજબ કાર્યવાહી થશે.જ્યારે મોડીફાઇડ સાયલેન્સર વાળા ટુ વ્હીલર ચાલકો વિરુદ્ધ મોટર વ્હિકલ એકટની કલમ 194-F હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.બીજી તરફ પોલીસ દ્વારા ઘોંઘાટ કરતા વાહન અને કાળી ફિલ્મની ઓથ હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કાર્યવાહી કરવામાં આવશે.

પાટણ / લીંબુ માટે લડાઈ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

National / સોનિયા ગાંધી ભાજપ પર વળતો પ્રહાર કરશે, ચિંતન શિવિર પહેલા CWCની બેઠક બોલાવાઈ