સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને ગુજરાતના રાજકીય ગલીયારામાં ગરમાવો આવ્યો છે. ચૂંટણી પહેલાજ કયાંક ને કયાંક કોંગ્રેસ તૂટતી કે હારતી દેખાઈ રહી છે. ટીકીટ વિતરણ હમેશા કોંગ્રેસમાં ડખા ઉત્પન્ન કરે છે. ટિકિટ ફાળવણીને લઈને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બંને પક્ષમાં અસંતોષ જોવા મળ્યો હતો. પરંતુ કોંગ્રેસમાં ઉભો થયેલો વિવાદ આંખ ઉડીને વળગે છે.
ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસમાં સવિશેષ મતભેદ જોવા મળ્યા છે. બહેરામપુરામાં ટિકિટ ફળવાણીને લઈને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો વિરોધ પણ સપાટી ઉપર જોઈ શકાય છે. કોંગ્રેસે મોટાભાગના ઉમેદવારોને અંતિમ સમયે ફોન કરીને ટિકિટ મેન્ડેટ આપ્યા હતા. કોંગ્રેસે ટિકિટ મોડી જાહેર કરી હતી.
પોતાની નારાજગી વ્યક્ત કરતા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પોતાના પદેથી રાજીનામું પણ આપી શકે છે અને મળતી માહિતી અનુસાર તેઓ પોતાનું રાજીનામું આપવા માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પાસે જવા માટે રવાના થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
વડોદરા / MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો, આ માપદંડને લઈને થયો વિવાદ
threat / ભાજપ MLA મધુ શ્રીવાસ્તવની મંતવ્ય ન્યૂઝના પત્રકારને ધમકી : કોઇને કહીને ઠોકાવી દઇશ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…