Not Set/ AMC દ્વારા નેપ્રા કંપનીને 14 વર્ષનો કોન્ટ્રાક્ટ આપતા વિપક્ષ દ્વારા કરાયો વિરોધ

અમદાવાદ, AMC દ્વારા નેપ્રા કંપનીને 14 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાનું કામ લાવવામાં આવ્યું છે. જેને લઇ કોગ્રેસે વિરોધ કર્યો હતો. વિપક્ષી નેતાએ જણાવ્યું છે કે ટેન્ડરિંગ પ્રક્રિયા કર્યા વિના કંપનીને રાણીપ- ગ્યાસપુરમાં 4 હજાર ચોરસ મીટર જમીન આપી 14 વર્ષ માટે પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસ કરવાનો કોન્ટ્રાક્ટ આપી રહી છે. આ કામથી 14 વર્ષમાં કંપનીને 50.82 કરોડનો […]

Ahmedabad Gujarat Videos
mantavya 542 AMC દ્વારા નેપ્રા કંપનીને 14 વર્ષનો કોન્ટ્રાક્ટ આપતા વિપક્ષ દ્વારા કરાયો વિરોધ

અમદાવાદ,

AMC દ્વારા નેપ્રા કંપનીને 14 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાનું કામ લાવવામાં આવ્યું છે. જેને લઇ કોગ્રેસે વિરોધ કર્યો હતો. વિપક્ષી નેતાએ જણાવ્યું છે કે ટેન્ડરિંગ પ્રક્રિયા કર્યા વિના કંપનીને રાણીપ- ગ્યાસપુરમાં 4 હજાર ચોરસ મીટર જમીન આપી 14 વર્ષ માટે પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસ કરવાનો કોન્ટ્રાક્ટ આપી રહી છે.

આ કામથી 14 વર્ષમાં કંપનીને 50.82 કરોડનો ફાયદો થશે. જ્યારે કોર્પોરેશનને એક પણ રૂપિયાની આવક નહીં થાય. અન્ય શહેરમાં આવી પ્રોસેસમાં કંપની પાસેથી પૈસા લેવામાં આવે છે. 2016માં 6 મહિના માટે જમીન આપી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ તે મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં કોર્પોરેશન જમીન પરત લેવાની તસ્દી લીધી નથી.

હવે આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવાનું કામ હેલ્થ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમીટીમા લાવવામાં આવ્યું છે જેને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો.