વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાત ની જેમ જ ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ દ્વારા અમદાવાદમાં ‘મંદીની વાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી દેશમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. અને બીજી તરફ જીડીપી પણ સતત ઘટી રહ્યો છે ત્યારે ભાજપના નેતાઓ અને તેમની નીતિ પર કટાક્ષ કરતો એક કાર્યક્રમ ‘મંદીની વાત’ નું અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે જ કોંગ્રેસના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ નેતાઓની સાથે સાથે નિષ્ણાંત અર્થશાસ્ત્રીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમ પાછળનો મુખ્ય ઉદ્દેશ દેશમાં પ્રવર્તી રહેલી મંદી અને સરકારની બેદરકારી ને ઉજાગર કરવાનો હતો. તમામ કોંગ્રેસનાં નેતાઓની હાજરીમાં નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ દ્વારા મંદીની ચર્ચા કરવામાં આવી હતી. અને આવનારા ત્રણ થી ચાર વર્ષ સુધી મંદીની સ્થિતિ યથાવત રહેશે, તેવુ એક્સપર્ટ અર્થશાસ્ત્રીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.