Ahmedabad News : અમદાવાદ કસ્ટમના અધિકારીઓની શાહીબાગમાં તપાસ ચાલી રહી છે. જેમાં ગિરધરનગર ચાર રસ્તા પાસે આવેલી ઓફિસમાં તપાસ ચાલી રહી છે. કસ્ટમની ફોરેન ઓફિસમાં તપાસ કરવામાં આવી રહી છે. જેમાં કસ્ટમના અધિકારીઓએ 50 જેટલા ખાલી કારતૂસનું પાર્સલ કબજે કરીને તપાસ કરવામાં આવી રહી છે.
આ પાર્સલ અમેરિકાથી કસ્ટમની પોરેન પોસ્ટ ઓફિસમાં આવ્યું હતું. જે પોરબંદરની વ્યક્તિના નામે આવ્યું હતું. આ પાર્સલમાંથી 50 જેટલા ખાલી કારતૂસ મળી આવ્યા હતા. કસ્ટમ વિભાગે હવે પાર્સલ મોકલનારા શખ્સની તપાસ હાથ ધરી છે. બીજીતરફ કસ્ટમ વિભાગે પોરબંદરમાં તપાસ કરતા આવી કોઈ વ્યક્તિ મળી આવી નથી.
આ પણ વાંચોઃવગર હેલ્મેટે સ્કૂટર ચલાવતા જોવા મળી નાની બાળકી, યુઝર્સે પિતાને કહ્યા બેજવાબદાર
આ પણ વાંચોઃરોડ સેફ્ટી અભિયાનઃ સરકારે 162 હેલ્મેટ ઉત્પાદકોના લાઇસન્સ રદ કર્યા
આ પણ વાંચોઃઆ રાજ્યોમાં હવે 4 વર્ષથી ઉપરના બાળકો માટે હેલ્મેટ પહેરવું જરૂરી, હાઈકોર્ટનો આદેશ