વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ
અમદાવાદમાં સાયબર ક્રાઈમ દ્વારા શેર બજાર ટ્રેડીંગ કરી બમણો નફો કમાઈ આપવાની લોભામણી લાલચ આપી છેતરીપીંડી આચરનાર ગેંગના લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે સાયબર ક્રાઇમ ની કસ્ટડી માં દેખાતી આ એજ ભેજાબાજ ગેંગ છે કે જે છેલ્લા દોઢ વર્ષ થી તેમની લોભામણી લાલચ આપી લોકો ને વિશ્વાસ માં લઈ શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બે પ્લાન સમજાવતા હતા. ડિમેટ ટેન્ડરિંગ અને ફ્લેકશી બલ રિટર્ન એમ બે પ્લાન બતાવતા હતા ફ્લેક્સિબલ રિટર્ન માં રોજના પાંચ હજાર રૂપિયા પ્રોફિટ આપવાની લાલચ આપી લાખો રૂપિયાની ચીટીંગ આચરતા હતા
અમદાવાદમાં રહેતા એક સિનિયર સિટીઝન આ ગેંગનો ભોગ બનતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતી સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદમાં લખાવેલ મોબાઈલ નંબરના આધારે તપાસ કરતાં શહેરના ગોતા વિસ્તારમાંથી કોલ સેન્ટર ના માલિક સહિત ની ગેંગ ને ઝડપી પાડી છે.
સાયબર ક્રાઇમની ટીમે આરોપીઓ પાસેથી ફરિયાદીના ચાર લાખ રૂપિયા રિકવર કરી આરોપીઓ એ છેલ્લા દોઢ વર્ષ માં કેટલા લોકો સાથે ચીટીંગ આચરી છે કે કેમ તેને લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે તપાસ માં અને પૂછપરછ માં ચોંકાવનારા ખુલાસા સામે આવવાની સંભાવનાઓ સેવાઈ રહી છે..