અમદાવાદ,
અમદાવાદ જિલ્લાના સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નિસર્ગ પંડ્યા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ફેસબુક પ્રોફાઇલમાં અપલોડ કરેલ ફોટા, વીડિયો અને કોમેન્ટમાં આરોપી દ્વારા બિભસ્ત ગાળો અને મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદી દ્વારા જણાવતા સાયબર ક્રાઇમ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને જેલને હવાલે કર્યો હતો.
આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીને તેના જમાઈ સાથે અંગત અદાવત હોવાથી તેણ સોશિયલ મીડિયા પર મારવાની ધમકી અને બીભત્સ વાક્યોનું ઉચ્ચારણ કર્યું હતું.
આરોપીની ભણી શ્વેતાબેને 2016 ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બાબતે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ફરિયાદી તેમજ તેમના પરિવાર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ફરિયાદી તથા અન્ય લોકો જામીન ઉપર મુક્ત થયેલ હતા.
જેને લઇ છેલ્લા કેટલાક સમયથી આરોપી દીપક જાની ફરિયાદી સાથે બદલો લેવાની અપેક્ષાથી પોતાની જ ફેસબુક આઇડી ઉપરથી ગાળો અને ધમકી આપી પરેશાન કરતો હતો. જેની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નિધાતા પોલીસે આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરતા તેને ગુનો કબૂલ્યો હતો.