- હાથીજણની DPC ઇસ્ટ સ્કૂલને બીયુ પરમિશન:સૂત્ર
- મંજુલા શ્રોષ જાતે ઔડા કચેરીએ ગયા હતા:સૂત્ર
- 10 વર્ષથી બીયુ પરમિશન વગર ચાલતી હતી
નિત્યાનંદ સ્વામી વિવાદ બાદ ચર્ચામાં આવેલી અમદાવાદ હાથીજણ સ્થિત ડીપીએસ ઈસ્ટ સ્કૂલને ઔડા તરફથી બીયુ પરમીશન મળી ગઈ હોવાની માહિતી મળી છે. કહેવાય છે કે, આ પ્રક્રિયા માટે મંજુલા પૂજા શ્રોફ જાતે મ્યુનિ. અને ઔડાની કચેરીએ ગયાં હતાં.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 વર્ષથી બીયુ પરમિશન વિના જ આ સ્કુલ ચાલતી હતી. ખેતીલાયક જમીન પર આ સ્કૂલ ઊભી કરી દેવામાં આવી હતી.પરંતુ સ્વામી નિત્યાનંદ આશ્રમ અને તેના સંબધિત વિવાદ બાદ આ સ્કુલ પણ વિવાદમાં સપડાઈ હતી. અને શાળા અને તેના બિલ્ડીંગને લગતી કાયદાકીય ગૂંચો સામે આવી હતી. અને ત્યારબાદ જ ડીપીએસ સ્કુલ દ્વારા બીયુ પરમીશન માટે અરજી કરવામાં આવી હતી. જે અંતર્ગત સ્કૂલના પ્રિન્સિપાલ, વાલીઓની ઉપસ્થિતિમાં બીયુ પરમિશન અંગેનો પત્ર આપી દેવામાં આવ્યો છે.
આ સાથે જ નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 1થી 8 ચલાવવા માટેની મંજૂરી માટે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીને અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.