પૂર્વ MLA નાં પુત્ર કિશોરસિંહ રાઠોડ ડ્રગ્સ કેસમાં દોષિત જાહેર થઇ ગયો છે, જેના કારણે તેને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. કિશોરસિંહને જિલ્લા ગ્રામ્ય કોર્ટે દોષિત જાહેર કરેલ છે. આપને જણાવી દઇએ કે, કિશોરસિંહ રાઠોડ સમી-હારીજનાં પૂર્વ MLA ભાવસિંહ રાઠોડનાં પુત્ર છે.
કિશોરસિંહ રાઠોડની ATS દ્વારા કરોડો રૂપિયાનાં ડ્રગ્સ કેસમાં ધરપકડ થઇ હતી. જે પછી આજે સમાચાર મળી રહ્યા છે કે કિશોરસિંહને આ મામલે જિલ્લા ગ્રામ્ય કોર્ટ દ્વારા દોષિત જાહેર કરી દેવામાં આવેલ છે. ગુજરાત એટીએસની ટીમે અમદાવાદની નજીક કુલ 260 કરોડનો ડ્રગ્સ પકડી પાડ્યો હતો. જેમા પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનાં પુત્ર કિશોરસિંહ રાઠોડનું નામ સામે આવ્યુ અને તેની ધરપકડ કરવામાં આવી, બાદમાં તેના પર જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આજરોજ નામદાર કોર્ટે તેને દોષિત જાહેર કરતા 10 વર્ષની સજા ફટકારી દીધી છે.
ગુજરાત જિલ્લા ગ્રામ્ય કોર્ટનો આ ચુકાદો ડ્રગ્સની હેરફેર કરનારા માટે લાલબત્તી સમાન થશે. કિશોરસિંહ રાઠોડ કે જે એક રાજકીય મોટુ માથુ ધરાવતા અને પૂર્વ ધારાસભ્ય સમી-હારીજનાં ભાવસિંહ રાઠોડનાં પુત્ર છે. કિશોરસિંહ રાઠોડની જે રીતે એટીએસ દ્વારા ધરપકડ કરવામા આવી હતી, આ મામલે વિગત જોઇએ તો જાગ જીઆઈડીસીમાં આવેલી જે અવાવરૂ ફેક્ટરી હતી અને તેમાથી જે ડ્રગ્સનો મોટા પાયે જથ્થો પકડાયો હતો. મળી રહેલી માહિતી મુજબ કુલ 280 કિલો જેટલુ આ ડ્રગ્સ હતુ અને જેની અંદાજીત કિંમત જો આંકવામાં આવે તો તે એક હજાર કરોડને પણ આંબી જાય તેટલી રકમની આ ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી હતી. સુત્રોનું કહેવુ છે કે ગુજરાતનાં માધ્યમથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તરફ આ ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હોવાનુ સામે આવી રહ્યુ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN