અમદાવાદ,
નહેરુનગર પાસેથી યુવતીનું અપહરણ કરીને તેની સાથે ચાલુ ગાડીમાં દુષ્કર્મ આંચરવાના મામલામાં એક પછી એક અનેક નવા નવા વળાંકો આવતાં રહ્યા છે. અમદાવાદના સેટેલાઇટ ગેંગ રેપ મામલે કથિત 3 આરોપીઓને એફએસએલ લઈ જવાયા. એફએસએલ દ્વારા ત્રણેયના નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. ત્રણેય આરોપીની સહમતિ બાદ નાર્કો ટેસ્ટ કરાશે.
અમદાવાદમાં ગેંગરેપ કેસમાં ક્રાઇમ બ્રાંચે પોતાનો તપાસ રિપોર્ટ મહિલા આયોગનો સોંપી દીધો છે. ક્રાઇમ બ્રાંચે સાથે કેટલાક પુરાવા પર મહિલા આયોગને સોંપ્યા છે. રિપોર્ટની સાથે સાથે ક્રાઇમ બ્રાંચે હજુ સુધી આ કેસમાં કોઈ આરોપીની ધરપકડ શા માટે નથી કરવામાં આવી તેના કારણો પણ રજૂ કર્યા છે. આ કેસમાં યુવતીએ ગૌરવ દાલમિયા, વૃભષ મારુ, યામિની નાયર અને અન્ય ત્રણ અજાણ્યા લોકો સામે ફરિયાદ આપી છે.
પીડિતાના વતી જે પાછલા કેટલાક દિવસોથી માંગ ઉઠી રહી હતી કે ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીને આ કેસમાંથી હટાવી લેવામાં આવે અને તેનું તાત્કાલિક ૧૬૪ મુજબનું નિવેદન મેજિસ્ટ્રેટની સમક્ષ લેવામાં આવે તે બંને માંગ પૂરી થઇ ગઈ હતી. કોર્ટમાં પિડીતાનું ત્રણ કલાકથી વધુ સમય સુધી નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. નિવેદન બાદ પોલીસના બંદોબસ્ત સાથે પીડિતા મેટ્રો કોર્ટ માંથી ઘરે જવા રવાના થઇ હતી.
સેટેલાઇટ ગેંગરેપની પીડતાએ હાઇકોર્ટમાથી અરજી પરત ખેચી લીધી છે. અમદાવાદમાં સેટેલાઈટ ગેંગ રૅપ કેસ મામલે ભોગ બનનાર પીડિતા મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઇ હતી અને ૧૬૪ મુજબનું નિવેદન આપ્યુ હતુ.
બધી માંગ પૂર્ણ થતા સીબીઆઈ તપાસની જરૂર લાગતી નથી: હાઈકોર્ટ.
યુવતીનું ૧૬૪ મુજબનું નિવેદન મેજિસ્ટ્રેટની સમક્ષ લેવામાં આવશે તેવું હાઇકોર્ટે હુકમ કર્યો હતો અને સાથે જ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીને કેસમાંથી હટાવી લેવામાં આવ્યો છે. જેથી હાઇકોર્ટને કેસની તપાસ સિબિઆઇને સોપવાનું યોગ્ય ના લાગ્યું હતું. જેથી પીડિતાના વતી આવેલી અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો હતો.
28મી જૂનના રોજ ઇસનપુરની યુવતીએ ગેંગરેપની ફરિયાદ નોંધાવ્યા બાદ ફરાર રહેલો આરોપી વૃષભ મારુ ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થઈ ગયો હતો. ધરપકડથી બચવા આરોપીઓ એડીથીચોટી સુધીનું જોર લગાવી રહ્યા હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે વૃષભ તમામ પુરાવા લઈને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર સામેથી હાજર થયો હતો..ટુર અને હોટેલના બિલ સહિતના પુરાવા રજુ કરી પોતે નિર્દોષ હોવાનુ જણાવ્યુ હતુ.
વૃષભે ક્રાઇમ બ્રાંચને જણાવ્યું હતું કે, બનાવ બન્યો ત્યારે તે મધ્ય પ્રદેશમાં હતો. એવું પણ કહ્યું હતું કે તે પીડિતાનો ઓળખતો નથી તેમજ તેના નામે ડમી એકાઉન્ટ બનાવીને તેમાંથી મેસેજ કરવામાં આવ્યા હતા.