અમદાવાદ,
અમદાવાદ એરપોર્ટ પરથી સોનુ ઝડપાયુ. 35.67 લાખનું સોનુ ઝડપી લેવામાં આવ્યું. એર ઇન્ટેલિજેન્સ યુનિટ દ્વારા સોનુ ઝડપાયું. દુબઇથી આવતી ફ્લાઇટમાં સોનુ ઝડપાતા એરપોર્ટ પર ચકચાર મચી ગઇ હતી.
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનું પકડાતા ચકચાર મચી ગઇ હતી. બે મુસાફરોની બેગ તપાસ કરતાં બેગમાંથી બિલ વિનાનું સોનું મળી આવ્યું હતું. એર ઈન્ટેલિજન્સ યુનિટે (AIU) ઝડપાયેલા બંને શંકાસ્પદની વધુ પુછપરછ હાથ ધરી હતી….દુબઈથી અમદાવાદ આવતી સ્પાઈસ જેટની ફ્લાઈટ SG16માં બે મુસાફરો શંકાસ્પદ જણાતા AIUએ તેમની તપાસ કરી હતી. તે દરમિયાન તેમના બેગમાંથી 24 કેરેટના 4 સોનાના બેંગલ્સ અને 2 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. ઝડપાયેલા સોનાનું કુલ વજન 1062 ગ્રામ હતું જેની કિંમત 35.67 લાખની જાણવા મળી રહી છે.