અમદાવાદ,
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને આજે દસમો દિવસ છે. સતત દસ દિવસના ઉપવાસને કારણે હાર્દિક પટેલની તબિયત લથડી રહી છે. ત્યારે હાર્દિક પટેલને કારણે હાર્દિકને ચક્કર અને ઉલટીની ફરિયાદ મળી રહી છે. તો બીજી બાજુ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં પાલિતાણાની વતની ૧૯ વર્ષીય હિરલ પટેલ આવી છે.
આ હિરલ પટેલે એવી જાહેરાત કરી છે કે, જરૂર પડશે તો તે પોતાની કીડની હાર્દિક પટેલને ડોનેટ કરશે. હિરલની આ જાહેરાતને પગલે સમગ્ર પાટીદાર સમાજે હિરલ પટેલને ધન્યવાદ પાઠવવામાં આવી રહ્યા છે.
ઉપવાસનાં 10માં દિવસે પણ હાર્દિક પટેલનો આમરણ ઉપવાસ યથાવત છે. જોકે 9 દિવસના ઉપવાસની અસર તેનાં પર વર્તાઇ રહી છે. હાર્દિક સવારે બેભાન થઇ ગયો હતો. શરીરમાં દુખાવો અને અશક્તિ આવી ગઇ છે.
હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે ડોક્ટર સોલંકીનાં જણાવ્યાં મુજબ હાર્દિક પટેલે ફરિયાદ કરી છે કે તેને આખો દિવસ ચક્કર આવે છે અને ઉબકા આવે છે. જે બાદ ડોક્ટરે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી છે પણ હાર્દિક તે માટે ના પાડે છે.
સત્યાગ્રહમાં જોડાનારા લોકોને અંગ્રેજો પણ રોકતા ન્હોતા: શક્તિસિંહ ગોહિલ-
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ પણ હાર્દિક પટેલની મુલાકાત લીધી. હાર્દિકના ઉપવાસ આંદોલનને કોંગ્રેસે ટેકો જાહેર કર્યા બાદ ઉપવાસી છાવણી પર કોંગ્રેસી નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથે વતા કરતા જણાવ્યું હતું કે, “મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ ગુજરાતાં ગાંધીજીએ જ બતાવેલું શસ્ત્ર બતાવ્યું છે. અન્યાય સામે લડવા માટે ઉપવાસ ઉપર બેશીને સત્યાગ્રહ કરવો.
આઝાદીની સમયે સત્યાગ્રહની લડત ચાલી ત્યારે અંગ્રેજો હતો પરંતુ આ અંગ્રેજોએ સત્યાગ્રહીઓ સામે સંવાદો ઉભા કર્યા હતા. સત્યાગ્રહમાં જોડાનારા લોકોને અંગ્રેજો પણ રોકતા ન્હોતા. આજે દસમો દિવસ છે અને હાર્દિક પટેલની જે લડત ચાલી રહી છે.
એ ગુજરાતા ખેડૂતો અને ગુજરાતના હિતની વાત છે. ત્યારે દસ દસ દિવસ સુધી સરકાર નિષ્ઠુર બનીને સંવાદ પણ ન કરે એ કોઇપણ સંજોગોમાં સાંખી ન લેવાય. મને અંત્યત દુઃખ છે કે, ગુજરાતનો એક યુવાન સત્યના આગ્રહ સાથે ખેડૂતો માટે ખેડૂતોની જાત નથી હોતી. એક ખેડૂતોના પ્રશ્નની વાતનો સંવાદ પણ ન કરી શકે સરકાર.
હાર્દિકના તાત્કાલિક પારણા કરાવવા જોઇએ. હું ગુજરાતના તમામ જાતિ-ધર્મના લોકોને હું એક રાજકીય નેતા તરીકે નહીં પરંતુ એક ગુજરાતી તરીકે દર્દભરી વિનંતી કરું છું કે, સૌ કોઇ લોકો ગુજરાતના ગામડામાં સંધ્યા આરતી સમયે હાર્દિકની સારી તબિયત માટે સંધ્યા આરતી કરે.
હું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહીશ કે તેમે પમ તમારા આકાઓને કહો કે આ વ્યાજબી વાત નથી. જો તમારી વાત ન સંભળાતી હોય તો તેમારે પણ આક્રોસ વ્યક્ત કરવો જોઇએ.