વલસાડ,
વલસાડ આતુલ – પારડી હાઇવે પર ટ્રકની અડફેટે દીપડાનું મોત નિપજ્યું હતું. હાઇવે ક્રોસ કરતી વખતે દીપડાને ટ્રકે ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વન વિભાગ દ્વારા દીપડાને પીએમ માટે લઇ જવાયો હતો. મળતી મહિતી મુજબ અગાઉ પણ આજ જગ્યા ઉપર અનેક જંગલી જાનવરો મોત ને ભેટ્યા હતા.