અમદાવાદ,
મનમરજીયા ફિલ્મ હવે વિવાદમાં સપડાઈ છે, મનમરજીયા સામે શીખ સમુદાય વિરોધ નોંધાવ્યો છે અને અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. શીખ સમુદાય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ફિલ્મમાં કેટલાક દ્રશ્યો સામે શીખ સમુદાયે વિરોધ નોંધાવ્યો છે. ફિલ્મમાં કેટલાક દ્રશ્યોમાં શીખ યુવક અને યુવતીઓ ધ્રુમપાન કરતા દર્શવવામાં આવ્યા છે. જેની સામે શીખ સમુદાય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને ફિલ્મ બેન કરવાની માંગણી કરવામાં આવી છે.