અમદાવાદ/ નવરાત્રીને લઇ ખેલૈયાઓ માટે વધુ એક ખુશખબર, હવે અમદાવાદમાં રાત્રે 2 વાગ્યા સુધી ચાલશે મેટ્રો

હાલમાં મેટ્રો ટ્રેન સેવાઓ અમદાવાદમાં સવારે 6.20થી રાતના 10 કલાક દરમિયાન કાર્યરત છે. સવારે 6.20થી 7 વાગ્યે સુધી દર વીસ મિનીટના અંતરાલ પર તથા સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યે સુધી 12 મિનીટના અંતરાલ પર મેટ્રો ટ્રેન પ્રાપ્ત થાય છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 100 1 નવરાત્રીને લઇ ખેલૈયાઓ માટે વધુ એક ખુશખબર, હવે અમદાવાદમાં રાત્રે 2 વાગ્યા સુધી ચાલશે મેટ્રો
  • હવે રાત્રીના 2 વાગ્યા સુધી દોડાવવામાં આવશે મેટ્રો
  • ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને જાહેર કર્યો પરિપત્ર
  • હવે સવારના 6.20 થી રાત્રીના 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો
  • 17 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી મળશે સુવિધા

Ahmedabad News: હાલ નવરાત્રીની દરેક જગ્યાએ ધૂમ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ મેટ્રો ટ્રેઈન દ્વારા રાતના 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સેવા કાર્યરત રહેશે. આજથી 23મી ઓક્ટોબર સુધી રાતના 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડતી રહેશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે એક યાદીમાં જણાવ્યું છે કે નવરાત્રીના સમયગાળામાં અમદાવાદની મેટ્રો ટ્રેન સેવાઓનો સમય લંબાવવામાં આવ્યો છે.હાલમાં મેટ્રો ટ્રેન સેવાઓ અમદાવાદમાં સવારે 6.20થી રાતના 10 કલાક દરમિયાન કાર્યરત છે. સવારે 6.20થી 7 વાગ્યે સુધી દર વીસ મિનીટના અંતરાલ પર તથા સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યે સુધી 12 મિનીટના અંતરાલ પર મેટ્રો ટ્રેન પ્રાપ્ત થાય છે.

38de943bcd79d2ff5073d624f7ff0e76169754688401476 original નવરાત્રીને લઇ ખેલૈયાઓ માટે વધુ એક ખુશખબર, હવે અમદાવાદમાં રાત્રે 2 વાગ્યા સુધી ચાલશે મેટ્રો

નવરાત્રીન ઉત્સવની ઉજવણીના અવસરે, 17થી 23 ઓક્ટોબર દરમિયાન મેટ્રો ટ્રેન સુવિધા સવારે 6.20 વાગ્યેથી મધ્યરાત્રિ બાદના સવારના 2 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.આ ગાળામાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6.20 થી રાત્રિના 10 વાગ્યા દરમિયાન રાબેતા મુજબ ઉપલબ્ધ રહેશે તથા રાત્રિના દસથી સવારના 2 વાગ્યા સુધી દરેક મેટ્રો સ્ટેશનથી વીસ મિનીટના અંતરાલ પર ઉપલબ્ધ રહેશે. બંને કોરિડોરમાં દરેક ટર્મિનલ સ્ટેશનથી છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય સવારના 2 વાગ્યાનો રહેશે.

નવરાત્રિનું આજે ત્રીજું નોરતું છે. આ દરમિયાન ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ આજથી ગરબા બંધ નહીં કરાવે, જેથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યની પોલીસને મૌખિક સૂચના આપવામાં આવી છે. તમામ એસપી અને પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે. પોલીસને ગરબા બંધ નહીં કરવા જવાની સૂચના અપાઈ છે.


whatsapp ad White Font big size 2 4 નવરાત્રીને લઇ ખેલૈયાઓ માટે વધુ એક ખુશખબર, હવે અમદાવાદમાં રાત્રે 2 વાગ્યા સુધી ચાલશે મેટ્રો


આ પણ વાંચો:સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા, 4.67 લાખની કરવામાં આવી છેતરપિંડી

આ પણ વાંચો:મનોદિવ્યાંગ સગીરા પર પાંચ નરાધમોએ એક વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ગુજરાત સહિત સાબરકાંઠામાં પૂર્ણ થઈ વન્ય પશુઓની ગણતરી, વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ

આ પણ વાંચો:માંજલપુરમાં મહિલા ચીસો પાડતી રહી છતાં યુવાન મારતો રહ્યો માર, જુઓ વીડિયો