- 21 ફેબ્રુઆરીએ મ્યુનિ. કમિશનર કોર્પો.નું બજેટ રજૂ કરશે
- મ્યુનિ.કમિશનર બજેટને સરકારમાં મંજૂરી માટે મોકલશે
- વર્ષ-2021-22ના બજેટમાં કરમાળખામાં કોઇ વધારો નહીં
- ગત વર્ષના બજેટમાં ફાળવાયા પછી પણ વિકાસકાર્ય સ્થગિત
- નવું પ્રથમ મળનારૂં બોર્ડ આપશે બજેટને મંજૂરી
@અરૂણ શાહ, મંતવ્યન્યૂઝ, અમદાવાદ.
અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ-2021-22 નું કદ 10 હજાર કરોડને આંબી જશે. તો આ વર્ષે બજેટમાં ટેક્સ માળખામાં કોઇ વધારો નહીં કરવાની શક્યતા જોવાઇ રહી છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીના પગલે અંદાજપત્રને માર્ચ અંતમાં મંજૂરી આપવામાં આવશે.
અમદાવાદ મહાનગરપાલિકાની નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીને કોરોનાનું ગ્રહણ લાગતાં ચૂંટણી વિલંબમાં પડી છે. રાજ્યચૂંટણી પંચે અમદાવાદ સહિત તમામ 6 કોર્પોરેશનની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજવાનો નિર્ણય કર્યો છે. પરિણામે પરંપરા મુજબ ફેબ્રુઆરીમાં મંજૂર થતું અંદાજપત્ર આ વર્ષે માર્ચમાં સરકાર દ્વારા મંજૂરી અપાય તે સ્થિતિનું સર્જન થયું છે. ગત વર્ષની તુલનામાં આ અંદાજપત્રનું કદ 400 કરોડ વધુ હોઇ શકે છે.
અમદાવાદ કોર્પો.બજેટનું કદ કેટલું હશે ?
વર્ષ-2020-21 બજેટનું કદ 9600 કરોડ હતું
વર્ષ-2021-22 બજેટનું કદ 10 હજાર કરોડ હશે
વર્ષ-2021-22 બજટેનું કદ 400 કરોડ વધુ હોવાનો અંદાજ
વર્ષ-2020-21માં બજેટનું કદ 9600 કરોડનું હોવા છતાં થવા યોગ્ય વિકાસકાર્ય કોરોના ગ્રઙણના કારણે થઇ શક્યા નથી. અંદાજે 1200 કરોડના વિકાસકાર્ય કોરોનાગ્રહણના પગલે સ્થગિત થયા છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીના પગલે બજેટ મંજૂરીમાં વિલંબ થશે. સામાન્ય સંજોગોમાં ફેબ્રુઆરી અંત સુધીમાં મંજૂર થતું અમદાવાદ કોર્પો.નું અંદાજપત્ર આ વર્ષે માર્ચમાં યોજાશે. હાલ કોર્પો.માં વહીવટીશાસન હોવાથી કમિશનર 21 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. ત્યારબાદ બજેટને સરકારની મંજૂરી માટે મોકલી અપાશે. સરકારની મંજૂરી મળે ચૂંટણી બાદ શાસનધૂરા સંભાળતું કોર્પોરેશનનું પ્રથમ બોર્ડ બજેટ-2021-22ને આખરી મંજૂરી આપશે. એકંદર આ વર્ષનું બજેટ ચૂંટણીના કારણે વેરામાં ફેરફાર વિહોણું અને નગરજનોના શિરે કોઇપણ પ્રકારના વેરા વધારા વિનાનું બજેટ હશે.
Covid-19 / છેલ્લા 24 કલાકમાં દેશમાં 110 લોકોનાં મોત સાથે નોધાયા માત્ર આટલાં જ કેસ…
Political / ગુજરાતમાં પા પા પગલી ભરતી આમ આદમી પાર્ટીમાં ગાબડું
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…