અમદાવાદ,
જો ભાડુઆતો જો મકાન પર કબ્જો જમાવી લે તો તેવા કેસમાં મકાન સામાન્ય રીતે પોલીસ ખાલી કરાવતી હોય છે..પરંતુ પોલીસને જ જો મકાન ખાલી કરવું પડે તો. અમદાવાદના નિકોલ પોલીસ મથક જે છેલ્લા ત્રણ વર્ષથી ભાડા પર ચાલી રહ્યું છે અને હવે ફરી એક વખત નિકોલ પોલીસને જગ્યા ખાલી કરવાની સ્થિતિ આવી પડી છે.
વાત એમ છે કે નિકોલ પોલીસ મથક ભાડાની જગ્યા પર ચાલતું હતું અને જગ્યાના માલિકે હવે તેની જગ્યા પર બાંધકામ શરૂ કરી દીધું છે. ઈમારત બનાવવા માટે જગ્યાના માલિકે છેલ્લા ઘણા દિવસોથી ખોદકામ શરૂ કર્યું છે. જેને લઈને પોલીસે જપ્ત કરેલા વાહનો રસ્તા પર મૂકવાનો વારો આવ્યો છે.
જુદા જુદા કેસમાં જપ્ત કરાયેલા વાહનો પોલીસે રોડની સાઈડમાં ગોઠવી દીધા છે. ત્યારે જપ્ત કરાયેલ વાહનોમાંથી જો કોઈ વાહનોની ચોરી થઈ તો પછી તેની જવાબદારી કોની. તે પણ સવાલ છે. આ સમગ્ર મામલે પોલીસ મથકની પીઆઈની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અને હવે ફરી એક વખત નિકોલ પોલીસ મથકનું સરમાનું બદલાશે તે ચોક્કસ છે.