અમદાવાદ,
અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાંથી હથિયારો ઝડપાયા છે. આ હથિયાર સાથે એક શખ્સની રામોલ પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી હથિયારનું વેચાણ કરતો હોવાનું તપાસ દરમિયાન ખૂલ્યું હતું.
જેનું નામ નરેન્દ્રસિંહ રાજપૂત હોવાનું સામે આવ્યું છે. આ આરોપી પાસેથી 4 હથિયાર અને 30 જીવતા કાર્ટુસ જપ્ત કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે, નરેન્દ્રસિંહ રાજપૂત નામનો આરોપી ક્યાંથી હથિયાર લાવ્યો અને કોને આ હથિયાર સપ્લાય કરવાનો હતો..તે તપાસ બાદ સામે આવશે.