Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેર પોલીસ ધ્વનિ પ્રદૂષણને (Noise Pollution) લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. ફટાકડા ફોડવા, હોર્ન વગાડવો, વધુ ધ્વનિ ફેલાવતા સાધનો, સ્પીકર્સ, સંગીતના સાધનો વગાડવવા પર રાત્રે 10 થી 6 વચ્ચે પ્રતિબંધ મૂક્યો છે.
જાહોરનામું ત્યારે બહાર પાડવામાં આવ્યું છે જ્યારે દિવાળી ખૂબ જ નજીક છે. દિવાળીના દિવસોમાં ફટાકડા, બોમ્બ ફોડવાથી વધતા ધ્વનિ પ્રદૂષણને લઈ અમદાવાદ પોલીસ સતર્ક થઈ છે. અગાઉ નવરાત્રિમાં રાત્રે લાઉડસ્પીકર્સ વગાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
દિવાળી બાદ લગ્નોની મોસમ શરૂ થતા સામાન્યથી વધુ અવાજ જોવા મળશે. ઔદ્યોગિક પ્રવૃતિ, વાહનોની ગતિવિધિઓ તેમજ અન્ય પ્રવૃતિઓના કારણે રહેણાંક વિસ્તારમાં અવાજનું પ્રદૂષણ રહે છે.
આ પણ વાંચો:અમદાવાદ પોલીસે સ્પેશ્યલ ડ્રાઇવમાં 48 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, 200 શંકાસ્પદ અટકાયતમાં
આ પણ વાંચો:અમદાવાદ પોલીસને મળ્યો નશેડી ‘રોબિનહૂડ ચોર’
આ પણ વાંચો:અમદાવાદ પોલીસે 1.5 લાખથી વધુની રકમનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, બે લોકોની ધરપકડ