ટ્રાફિકનાં નવા નિયમો લાગુ થયા બાદથી જ કોને કેટલો દંડ ફટકારાયો તેવા રોજ અલગ-અલગ સમાચાર સામે આવી રહ્યા છે. આજ રોજ પહેલા ઘણા એવા લોકોને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે જેના વાહનની કિંમત પણ તે દંડ જેટલી નથી. ત્યારે એ વાત પણ સાંભળવા મળી હતી કે ધનિષ્ઠ લોકો કે જે ટ્રાફિકનાં નવા નિયમોનું પાલન કરતા નથી તેમને પોલીસ દ્વારા કોઇ દંડ ફટકારવામાં આવતો, જે વાતને ખોટી સાબિત કરતુ એક ઉદાહરણ અમદાવાદ પોલીસ જનતા સમક્ષ રજૂ કર્યુ છે.
દેશમાં જ્યા મોટા ટ્રાફિકનાં દંડ લાદવામાં આવ્યા છે, જો કે અત્યાર સુધી દસ લાખ દંડ લાદવાના સમાચાર ક્યારે સામે આવ્યા નથી. આપને જણાવી દઇએ કે, એક પોર્શે 911 સ્પોર્ટ કારનાં માલિકને તાજેતરમાં જ આ મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. તાજેતરમાં જ અમદાવાદ પોલીસે આ સ્પોર્ટસ કારને સામાન્ય ચેકિંગ દરમિયાન પકડી હતી અને કારમાં નંબર પ્લેટ ન હોવાના કારણે રોકી હતી. આ સાથે, વધુ પૂછપરછ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે કારનાં માલિક પાસે માન્ય દસ્તાવેજો પણ નથી.
કારમાં નંબર પ્લેટ ન હોવા અને માન્ય દસ્તાવેજ ન હોવાને કારણે આ કારનાં માલિક પર અત્યાર સુધીનો સૌથી મોટો દંડ લાદવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે આ ટ્વિટ કરીને માહિતી આપી છે. પોલીસે ટ્વિટ કરી છે કે ‘પોર્શે 911 ને અમદાવાદ વેસ્ટની રૂટિન ચેકિંગ દરમિયાન પીએસઆઈ એમ.બી. વીરજાએ પકડેલ છે. આ કારમાં નંબર પ્લેટ અને માન્ય દસ્તાવેજો નહોતા. વાહન ઉપર 9 લાખ 80 હજાર દંડ ફટકારવામાં આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે.
શહેરના સિંધુ ભવન રોડ પર ટ્રાફિક પોલીસે આ કાર પકડી છે. શહેરનાં આરટીઓએ કારનાં માલિક રણજીત દેસાઈને દંડ ફટકારી દીધો છે, જો કે તેમણે આરટીઓમાં ટ્રાફિક દંડ ભર્યો નથી. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક પોલીસ દ્વારા પકડાઇ ગયા બાદ આ કારને આરટીઓને સોંપી દેવામાં આવી હતી. જ્યારે તેના માલિકે આ કારને છોડાવવાની ઇચ્છા રાખી ત્યારે દંડની રકમ વધારે હોવાના કારણે તે ત્યાથી ચાલ્યો ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.