અમદાવાદ,
અમદાવાદના રાયપુરમાં ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સાથે 35 જુગારીઓની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર રાયપુરમાં મોન્ટુ નામનો શખ્સ જુગારધામ ચલાવતો હતો.
આ જુગારધામમાં મોટી સંખ્યામાં લોકો જુગાર રમતા આવતા હતા. જેની બાતમી મળતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી.
રેડ દરમિયાન 35 જેટલા જુગારીઓ જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. સાથે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.