અમદાવાદ,
અમદાવાદના હાથીજણ સ્વામિનારાયણ મંદિરમાં સાંજની આરતી સમયે સ્વામીની આંખમાં કોઈ પદાર્થ નાખી 6 લાખ રૂપિયા ની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.
મંદિરના સંદીપ સ્વામી દ્વારા બાદમાં તપાસ કરતા પોતાના રૂમમાંથી લૂંટારુઓ કબાટ માંથી હરિદ્વાર કથામાં જવા માટેની 6 લાખ જેટલી રકમ લૂંટીને લઈ ગયા હતા. લૂંટારો કેટલા હતા તે અંગે પ્રત્યક્ષ દર્શી સંદીપ સ્વામીને જોવા મળ્યું નથી.
મંદીરના મુખ્ય સ્વામી દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી એફ.એસ.એલ,ડોગ સ્કઓડ,ની ટિમ દ્વારા લૂંટારુઓ કોણ હતા તેને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાસ્થળે ડી.વાય.એસ.પી કે.ટી કામરીયા સહિત વિવેકાનંદ પોલીસ સ્ટેશનના પી.આઈ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ઘટનાના 20 દિવસ પહેલા પણ લૂંટારુએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્યારે સફળ થાય નોહતા.