Not Set/ અમદાવાદ : એકલા રહેતા સીનીયર સીટીઝનના માથે મંડરાઈ રહ્યો છે મર્ડરનો ખતરો..

અમદાવાદ શહેરમાં એકલા રહેતા વૃદ્ધોને સલામતીનો પ્રશ્ન સતાવી રહ્યો છે. શહેરમાં એકલા રહેતા સીનીયર સીટીઝનની લુંટ કરી હત્યાનો મામલાએ વેગ પકડ્યો હોય તેવું  લાગી રહ્યું છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા ગોપાલનગરમાં એકલા રહેતા કાંતાબેનના  માથા પર વજનદાર પદાર્થનો માર મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસની તપાસમાં કાંતાબેનના માથા પર ઈજા જણાઈ રહી છે અને તેમના […]

Gujarat
5 26 અમદાવાદ : એકલા રહેતા સીનીયર સીટીઝનના માથે મંડરાઈ રહ્યો છે મર્ડરનો ખતરો..

અમદાવાદ

શહેરમાં એકલા રહેતા વૃદ્ધોને સલામતીનો પ્રશ્ન સતાવી રહ્યો છે. શહેરમાં એકલા રહેતા સીનીયર સીટીઝનની લુંટ કરી હત્યાનો મામલાએ વેગ પકડ્યો હોય તેવું  લાગી રહ્યું છે.

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા ગોપાલનગરમાં એકલા રહેતા કાંતાબેનના  માથા પર વજનદાર પદાર્થનો માર મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસની તપાસમાં કાંતાબેનના માથા પર ઈજા જણાઈ રહી છે અને તેમના કાનમાંથી બુટ્ટી પણ ગાયબ હતી.આ હત્યાના મામલે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ  પણ વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષોથી ગોપાલનગરમાં કાંતાબેન એકલા જીવન ગાળી રહ્યા હતા. તેમના આ બીજા લગ્ન હતા.તેમના પતિનું મૃત્યુ થઇ ચુકયું હતું.

ઘટના સમયે કાંતાબેનના ઘરમાં ચુલા ઉપર શીરો બનેલો જોવા મળ્યો હતો.આ ઉપરાંત ઘરમાંથી રોકડ ૧૨,૦૦૦ રૂપિયા પણ મળી આવ્યા હતા. પોલીસે લુંટ અને હત્યાના મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હજુ ડીસેમ્બર મહિનામાં ઘાટલોડિયા વિસ્તારમાં એકલા રહેતા ૭૭ વર્ષીય રંભાબેનના ઘરે એક ડીલીવરી બોયએ આવીને  લુંટ કરી તેમની હત્યા કરી હતી.

અમદાવાદના વિવિધ વિસ્તારમાં એક રહેતા સીનીયર સિટીઝનને ટાર્ગેટ બનાવીને લુંટ કર્યા બાદ હત્યા કરવાના મામલા દિવસે ને દિવસે વધતા જ જાય છે.આ તમામ બાબતમાં પ્રશ્ન છે વૃદ્ધની સલામતીનો !