ફ્રોડ ગેંગથી સાવધાન/ ફેસબુક પર યુવતી સાથે મિત્રતા પડી ભારે, ખંખેર્યા 62 લાખ રૂપિયા

સૌંદર્યવાન યુવતીએ પહેલા મદદ માંગી, ત્યારબાદ બિલ્ડરને બ્લેકમેઇલ કરવાની શરૂઆત કરી હતી. બોપલ પોલીસે હાર્દિક પ્રજાપતિ નામના એક શખ્સની ધરપકડ કરીને વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 

Ahmedabad Gujarat
Mantavyanews 16 4 ફેસબુક પર યુવતી સાથે મિત્રતા પડી ભારે, ખંખેર્યા 62 લાખ રૂપિયા

Ahmedabad News: અમદાવાદના બોપલમાં એક બિલ્ડર સાથે ફેસબુકથી મિત્રતા કરીને યુવતી અને તેની ગેંગે 62 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની વિગતો સામે આવી રહી છે.સૌંદર્યવાન યુવતીએ પહેલા મદદ માંગી, ત્યારબાદ બિલ્ડરને બ્લેકમેઇલ કરવાની શરૂઆત કરી હતી. બોપલ પોલીસે હાર્દિક પ્રજાપતિ નામના એક શખ્સની ધરપકડ કરીને વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

શહેરના બોપલમાં રહેતા બિલ્ડર સંજય પટેલને 2021માં પલક પટેલ નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. યુવતીએ પહેલા તેના ભાઈના ખાતામાં 2500 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. બાદમાં બિઝનેસમાં વધારે ફાયદો અપાવવાની લાલચમાં વધુ રૂપિયા રોકવા બિલ્ડરને જણાવ્યું. આમ બિલ્ડર પાસેથી જુદા જુદા મોબાઈલ નંબર પર પૈસા ટ્રાન્સફર કરાવીને ટુકડે ટુકડે 62 લાખ પડાવી લીધા હતા.

અંતે બિલ્ડર એ ફ્રોડ ટોળકીથી કંટાળી નેબિલ્ડરે બોપલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ પલક પટેલ, રાજેશ પટેલ, હેમલ પટેલ, રૂહાની , હાર્દિક પ્રજાપતિ અને સેમ નામના લોકો સામે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ સામે IPCની કલમ 420, 507, 419, 114 તથા IT એક્ટ ની કલમ 66 (ડી) અંતર્ગત ગુન્હો નોધીને આરોપી ઓને પકડવા તપાસ હાથ ધરી હતી. જેમાં 24 સપ્ટેમ્બરના રોજ પોલીસે કોમ્પ્યુટરના ભેજાબાજ એવા આરોપી હાર્દિક પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો. હાર્દિક સેટેલાઈટમાં રહે છે. જ્યારે મૂળ મહેસાણાનો રહેવાસી છે. હાર્દિકને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ 2 દિવસના રિમાન્ડની મંજુર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી