ગુજરાત રાજ્યમાં સતત કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે સરકાર પણ કોરોના વાઇરસને ડામવા માટે સતત પ્રયાસ હાથ ધરી રહી છે. અમદાવાદ અમદવાદ નપા દ્વારા કોરોના વાઇરસને નાથવા માટે ખાનગી ઓફિસોમાં ૫૦ ટકા સ્ટાફની અમલવારી કરાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો આવતી કાલથી અમલ શરુ કરવામાં આવશે.
રાજ્ય સરકારના નિર્ણયનો કાલથી અમદાવાદમાં અમલ શરૂ થશે. ઔદ્યોગિક એકમોમાં આ નિર્ણય લાગુ નહીં પડે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને રાજ્ય સરકાર આ નિર્ણયનું ચુસ્ત્તાથી પાલન કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના કેસમાં આવેલા ઉછાળાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૦૦૦ કરતા વધુ કોરોના કેસ સામે આવ્યા છે. જયારે અમદાવાદ શેર વિસ્તારમાં જ ૨૬૩૧ કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસ નો અજગરી ભરડો ફેલાયો છે. શહેર માં કુલ ૨૭ લોકોના મોત થયા છે.